Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં ખર્ચ મર્યાદાને લઇ આ જિલ્લાના ચૂંટણી અધિકારીએ ચીજવસ્તુઓના પ્રવર્તમાન ભાવ જાહેર કર્યાં

Lok Sabha Election 2024: લોકસભા ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા રૂ.૯૫ લાખ

by kalpana Verat
Lok Sabha Election 2024 district election officer surat candidate expenditure limit loksabha elections 2024

 News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024:  લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ ચૂંટણી માટે ઉમેદવારોએ કરવાના થતા વિવિધ ખર્ચાઓના ભાવો જાહેર કર્યા છે. જેમાં મંડપ, ભોજન, હોર્ડિંગ્સ, વાહનો સહિતના વિવિધ પ્રકારના ખર્ચ માટે રાજકીય પાર્ટીના હોદ્દેદારો સાથે કરેલી બેઠકને આધારે જિલ્લાના પ્રવર્તમાન દરો નિર્ધારીત કરવામાં આવ્યા છે. ઉમેદવારોએ નિયત કરાયેલા દરને ધ્યાને રાખીને જ રોજેરોજના હિસાબો રાખવાના રહેશે. લોકસભાના ઉમેદવારો માટે ખર્ચ કરવા માટે રૂા.૯૫ લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

લોકસભા મતદાર વિભાગના પ્રત્યેક ઉમેદવાર માટે તેમનું નામ નિયુક્ત થાય તે તારીખથી ચૂંટણીનું પરિણામ જાહેર થાય તે વચ્ચેના સમયગાળા દરમ્યાન સંબંધિત ઉમેદવાર અથવા તો રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત કરેલા ચૂંટણી એજન્ટે કરેલા તમામ ખર્ચના અલગ-અલગ હિસાબો રાખવાના હોય છે.

મંડપ, ટેબલ-ખુરશી સહિત અન્ય ચીજવસ્તુઓના દર:

સ્ટેજ માટે પ્રતિ ચો.ફૂટ રૂ.૪૦, મંડપ માટે રૂ.૨૫, ટેબલ રૂ.૧૨૫, પ્રતિનંગ પ્લાસ્ટિક ખુરશીના રૂ.૧૨ અને સ્ટીલની ખુરશીના રૂ.૫૦, જમવાની પ્રતિ થાળીના રૂ.૧૨૦, વ્યક્તિ દીઠ ચા-નાસ્તાના રૂ.૫૦, ૨૦૦-૫૦૦ અને ૧૦૦૦mlની પાણીની બોટલના એકદંરે રૂ.૪, રૂ.૮ અને રૂ.૧૫, ૨૦ લિટરના વોટર જગના રૂ.૩0, પ્રતિ નંગ આઇસક્રીમના રૂ.૨૫ અને પ્રતિ કિ.ગ્રા મીઠાઈના રૂ.૩૫૦, વાડી હૉલ/મેદાનના પ્રતિ દિન રૂ.૧૫ હજાર, હોટેલ રમ કે ગેસ્ટ હાઉસના ૧ રૂમના રૂ. ૧૫૦૦ નક્કી કરાયા છે.

વિડીયોગ્રાફી,ઝેરોક્ષના, કમ્પ્યુટર સર્વિસના દર:

૮ થી ૨૪ કલાક નોર્મલ વિડીયોગ્રાફીના રૂ.૧૨૦૦થી ૨૦૦૦, A/4 સાઇઝના પેપરોથી લીગલ સાઇઝ કે જમ્બો સાઈઝના પેપરોમાં એક કે બે તરફી ઝેરોક્ષના રૂ.૧થી ૫, કમ્પ્યૂટરની પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક,વાયર લેસ કિ-બોર્ડ,કેબલ, પોર્ટ સ્વિચ, યુ.પી.એસ., સ્પાઇક ગાર્ડ કે પ્રિન્ટરની કાર્ટેજ માટે યુનિટ દીઠ રૂ.૧૯૯ થી લઈ રૂ.૫૦૦૦ સુધીનો ખર્ચ નકકી કરાયો છે.

હૉલ/પાર્ટી પ્લોટ તેમજ વાહનોના નિયત દર:

સુરત જિલ્લાના વિવિધ વિસ્તારમાં હોલ અને પાર્ટી પ્લોટના ભાવો જુદા જુદા વિસ્તારદીઠ રૂ.૨૦૦૦ લઈને રૂ.૪૫૦૦૦ સુધીના ભાવ નિયત કરાયો છે તેમજ ચૂંટણી માટે વપરાતા વાહનોમાં ઈકો, ઈન્ડોગો, ઈન્ડિકા વાહનના બળતણ ખર્ચ તથા ડ્રાઈવરના મહેનતાણા સાથે ઓછામાં ઓછું એક દિવસનું ૩૦૦ કિ.મી.સુધીનું નોન-એસીનું ભાડું રૂ.૨,૦૯૨, જ્યારે એસી વાહનના રૂ.૨,૨૨૨, બોલેરો અને મેરાઝો નોન-એસીનો ભાવ રૂ.૨,૮૭૮ અને એસી વાહનોના રૂ.૩,૧૭૮ પ્રતિ દિવસનો દર નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સી.સી.ટીવી કેમેરા પ્રતિનંગ એક દિવસના રૂા.એક હજાર, ફલેક્ષ બેનરો, કટ સાઈઝ, સ્ટીકર, હેન્ડ બીલ, હોર્ડીંગ્સના ભાવો પ્રત ચો.ફુટ દરે નક્કી કરવામાં આવ્યા છે. જયારે હંગામી વીજળીકરણના ટયુબલાઇટ, ડેઝર્ટકુલર, સાઉન્ડ સીસ્ટમ, સ્પીકર સહિતના એક દિવસથી લઈને પદર દિવસ સુધી સળંગ ભાવો નિયત કરવામાં આવ્યા છે. સમાચારપત્રો તથા ન્યુઝ ચેનલોના ભાવો પણ નિયત કર્યા છે.

જયારે ઉમેદવારો માટે સાત પ્રકારના હેલીકોપ્ટર ભાડાના દરો જેમાં એક કલાક દીઠ ૧.૪૫ લાખથી લઈને ૪.૩૫ લાખ જયારે એરક્રાફટ માટે ચાર પ્રકારના ૧.૮૫ લાખથી લઈને રૂા.૪.૯૫ લાખ ભાડાના દર નક્કી કરાયા છે.

લોકસભા ચૂંટણીના ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા વધારીને રૂ.૯૫ લાખ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય ચૂંટણી પંચ રાજ્યની વસ્તી અને મતદાતાઓની સંખ્યાના આધારે ખર્ચની મર્યાદા નક્કી કરે છે. નિયત કરાયેલી ખર્ચની મર્યાદાથી વધુ ખર્ચ ઉમેદવારો કરી શકે નહીં એમ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More