News Continuous Bureau | Mumbai
Janseva Kendra: સુરતના ( Surat ) મજુરા તથા ઉધના વિસ્તાર માટે કાર્યરત અઠવાલાઈન્સ ( Athwalines ) સ્થિત જનસેવા કેન્દ્રમાં આવકના, નોન ક્રિમિલીયર સર્ટીફિકેટ, EWS સહિતના વિવિધ દાખલાઓ માટે મોટા પ્રમાણમાં અરજદારોનો ધસારો રહે છે. હાલમાં શાળા/કોલેજના એડમિશનની પ્રક્રિયા તેમજ “નમો લક્ષ્મી યોજના” ( Namo Lakshmi Yojana ) હેઠળ સહાય આપવા અંગેના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલતી હોવાથી કામ અર્થે મોટી સંખ્યામાં અરજદારો, વિદ્યાર્થીઓની અવરજવર રહે છે, ત્યારે તા.૨૯/૦૫/૨૦૨૪ ના રોજ કેટલીક ન્યુઝ ચેનલ તથા તા.૩૦/૦૫/૨૦૨૪ ના રોજ VTV ન્યુઝ ચેનલમાં અઠવાલાઈન્સ જનસેવા કેન્દ્ર ખાતે એજન્ટો ( Agents ) દ્વારા દાખલાઓની જરૂરિયાત ધરાવતા અરજદારો પાસેથી નાણા લઈ ગેરકાયદેસર પ્રવૃતિ કરતા હોવા અંગેના અહેવાલો પ્રસિધ્ધ થયા છે.
જેથી મામલતદારોએ તા.૩૦/૦૫/૨૦૨૪ના રોજ બપોરે ૦૧:૦૦ કલાકે જનસેવા કેન્દ્રની ( Janseva Kendra ) આકસ્મિક મુલાકાત લેતા રમેશભાઈ ઠાકરશીભાઈ દેસાઈ અને ઉમાકાન્ત રમેશભાઈ કોથળે નામના બે શંકાસ્પદ વ્યક્તિઓ આ પ્રકારનું કામ કરતા હોવાનું જણાતા આ બંન્ને વ્યક્તિઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા ઉધના અને મજુરા મામલતદારોએ ( Mamlatdars ) ઉમરા પોલીસ ઇન્સ્પેકટરને પત્ર લખીને રજૂઆત રજૂઆત કરી છે.
આ સમાચાર પણ વાંચો: Rajkot TRP Game Zone: રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન દુર્ઘટનાના ૨૭ હતભાગીઓની ડી.એન.એ. મેચીંગના આધારે ઓળખ કરાઈ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.