Surat: શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવના આયોજન અર્થે સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

Surat: તા.૨૬,૨૭ અને તા.૨૮મી દરમિયાન શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪નો પ્રારંભ. સુરત જિલ્લામાં આંગણવાડી, બાલવાટિકા, ધો.૧, ધો.૯ તથા ધો.૧૧માં કુલ ૩૭,૮૪૬ ભુલકાઓ, વિદ્યાર્થીઓને મંત્રીઓ, પદાધિકારી-અધિકારીઓના હસ્તે શાળામાં પ્રવેશ આપવામાં આવશે. ગૃહરાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી અને વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી મુકેશભાઇ પટેલ વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ કરાવશે

by Hiral Meria
meeting was held under the chairmanship of Surat Collector Dr. Saurabh Pardhi to plan the school entrance festival-girl education festival.

News Continuous Bureau | Mumbai

Surat: શિક્ષણના અમૃતપાન વિના એક પણ બાળક વંચિત ન રહે તેવા આશયથી શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ ( School Praveshotsav 2024 ) -કન્યા કેળવણીના ( Kanya Kelavani Mahotsav ) ૨૧મા તબક્કાનો પ્રારંભ આગામી તા.૨૬, ૨૭ અને ૨૮મી જૂનના રોજ સમગ્ર રાજ્ય સહિત સુરત શહેર-જિલ્લામાં થનાર છે. જેના આયોજન અર્થે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.

                      બેઠકમાં કલેકટરશ્રીએ ( Dr. Sourabh Pardhi ) ત્રણ દિવસ દરમિયાન મંત્રીશ્રીઓ, સેક્રેટરીઓ તથા જિલ્લાના અધિકારીઓને રૂટની ફાળવણી કરવા અને લાઈઝન અધિકારીઓની નિમણુંક કરવા જણાવ્યું હતું. જિલ્લાની ૯૩૭ પ્રાથમિક શાળાઓ અને ૧૫૬ માધ્યમિક શાળાઓમાં મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ સહિત ૧૦૦ અધિકારીઓ ગામડે ગામડે ફરીને શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવશે. જેમાં આંગણવાડીઓમાં ૨૦૧૭, બાલવાટિકાઓમાં ૯૫૭૭ અને ધો.૧માં ૧૭૯૧, ધો.૯માં ૧૫૨૮૫ તથા ધો.૧૧માં ૯૧૭૬ મળી કુલ ૩૭,૮૪૬ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જયારે ધો.૧ ની ૧૦૩૭ દીકરીઓ તથા ધો.૮ પાસ ૯૩૩ દીકરીઓને પાકી મુદ્દતે વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત કરાશે.

આ સમાચાર પણ વાંચો :  Bhandara Eknath Shinde: ભંડારામાં CM શિંદેના કાર્યક્રમ દરમિયાન મોટી દુર્ઘટના ટળી, આ કારણે પત્રકારોની હોડી પાણીમાં ડૂબી; જીવ તાળવે ચોંટ્યો..

                   આ પ્રવેશોત્સવમાં ગૃહરાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી ( Harsh Sanghvi ) અને વન, પર્યાવરણ રાજયમંત્રીશ્રી મુકેશભાઇ પટેલ તથા ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લાના પદાધિકારી-અધિકારીઓ ત્રણ દિવસ શહેર તથા જિલ્લાની શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવશે. મુખ્યમંત્રીશ્રીના ( Bhupendra Patel ) અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવની બેઠકનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.

              બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.એમ.પટેલ તથા માહિતી ખાતાના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More