News Continuous Bureau | Mumbai
Job Fair: મદદનીશ નિયામક (રોજગાર)કચેરી-સુરત/UEB અને મોહસીન-એ-આઝમ મિશનના સંયુક્ત ઉપક્રમે દિવાળી બાગ, SMC કોમ્યુનિટી હોલ, અડાજણ પાટિયા ખાતે મેગા જોબ ફેર યોજાયો હતો, જેમાં ૪૩થી વધુ SME, MSME, MNC કંપનીઓ દ્વારા ૧૧૦૦થી વધારે જગ્યાઓ ભરવા માટે ૭૧૯ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.

Mega Job Fair organized by Surat District Employment Office at Adajan
ભરતી મેળામાં સોલાર, ડાયમંડ, ટેકસટાઇલ, ઇ-કોમર્સ, વેબ ડેવલપમેન્ટ, બાંધકામ, ઓટોમોબાઇલ, એન્જિનિયરિંગ, ફાઈનાન્સ, ફાર્મા, પરફ્યુમ, સુપર સ્ટોર, કુરિયર અને અન્ય સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વાર્ષિક રૂ.૧.૫૦થી રૂ.૩૬ લાખના પેકેજની ઓફર કરવામાં આવી હતી. અને ૪૭૩ ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે MBA ફાઇનાન્સ એન્ડ HR, ડિપ્લોમાં, ઇલેક્ટ્રીકલ, BE મિકેનીકલ એન્જિનિયર, ડેટા એન્ટ્રી ઓપરેટર, આઇ.ટી.આઇ, B.Com ગ્રેજયુએટ, MHRD, ધો.૧૦-૧૨, M.com વિષયક ઉમેદવારોની પસંદગી કરાઇ હતી.

Mega Job Fair organized by Surat District Employment Office at Adajan
આગામી દિવસોમાં રોજગાર કચેરી, સુરત ( Surat Employment Office ) દ્વારા સેકટર સ્પેસિફીક ભરતીમેળો તેમજ વિવિધ સ્કીલ ડેવલપમેન્ટ સબંધિત તાલીમોનું પણ આયોજન કરાશે.
આ સમાચાર પણ વાંચો : PM Modi Quad Summit: PM મોદીએ છઠ્ઠી ક્વોડ લીડર્સ સમિટમાં આપી હાજરી, આ શિખર સંમેલનની યજમાની કરવા બદલ US રાષ્ટ્રપતિ બાઇડનનો માન્યો આભાર
આ પ્રસંગે ( Surat ) જિલ્લા રોજગાર કચેરીના મદદનીશ નિયામક પારૂલબેન પટેલ, રોજગાર કચેરીના શ્રી બિપીનભાઈ માંગુકિયા, સમગ્ર પ્લેસમેન્ટ ( Recruitment ) ટીમ તથા મોહસિન આઝમ મિશન, સુરતના પ્રમુખશ્રી અબ્દુલ વહાબ અશરફી, શ્રી સોહેલભાઈ સવાણી, ઈશરાર સહિત મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

Mega Job Fair organized by Surat District Employment Office at Adajan
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.