News Continuous Bureau | Mumbai
Millets Festival : મિલેટ્સ જેવા પાકોનો લોકો ખોરાકમાં વધુને વધુ ઉપયોગ કરીને નિરોગી અને સ્વસ્થ જીવન જીવી શકે તે માટે રાજય સરકારના ( State Govt ) કૃષિ, ખેડૂત ક્લ્યાણ અને સહાકાર વિભાગ દ્વારા સુરત ( Surat ) શહેરમાં મિલેટ એક્ષ્પોનું આગામી તા.૧ થી તા.૩ માર્ચ દરમિયાન સાંજે ૪.૦૦ વાગ્યા થી રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી શ્રી દયાળજી અનાવિલ કેળવણી મડળ દયાળજી દેસાઇ ચોક, મજુરાગેટ, સુરત ખાતે આયોજન કરવામા આવ્યું છે. જેનું ઉદ્દધાટન તા.૧લી માર્ચના રોજ સાંજે ૪.૦૦ વાગે મંત્રી શ્રીના હસ્તે કરવામાં આવશે.

Millet festival will be organized in Surat city during this date.
આ મહોત્સવમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જુદા-જુદા ખેડુત ગ્રુપો દ્વારા મીલેટ્સ ( Millets ) તેમજ તેમાંથી બનાવેલી જુદી-જુદી વાનગીઓ તથા પ્રાકૃતિક ખેતી ( Natural farming ) દ્વારા ઉત્પન્ન જુદી- જુદી ખેત પેદાશોના ૫૦ જેટલા પ્રદર્શન કમ વેચાણ સ્ટોલ રાખવામાં આવ્યા છે. મિલેટસ વાનગીઓનું ફુડ કોટ રાખવામાં આવ્યા છે. જેમાં બહોળી સંખ્યામાં શહેરીજનોને લાભ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

Millet festival will be organized in Surat city during this date.
આ સમાચાર પણ વાંચો : NSE investors: જાન્યુઆરીમાં રેકોર્ડ 23.3 લાખ નવા રોકાણકારો NSEમાં જોડાયા, મહારાષ્ટ્ર, UPને પાછળ છોડીને પહોંચ્યું ટોચ પર
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.