City Civic Center: સુવિધાઓનું ‘One Stop Solution’ એટલે સિટી સિવિક સેન્ટર, બારડોલી નગરપાલિકાની જૂની ઓફીસ બિલ્ડિંગ ખાતે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરતા સાંસદ પ્રભુભાઈ વસાવા

City Civic Center: સિટી સિવિક સેન્ટરના પ્રારંભથી નાગરિકોના સમય, શક્તિ અને નાણાંની બચત થશેઃ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર. બારડોલીના નગરજનોને એક જ સ્થળે અનેકવિધ સુવિધાઓ પ્રાપ્ત થશે.

by Hiral Meria
MP parbhubhai vasava inaugurating the City Civic Center at the old office building of Bardoli Municipality

News Continuous Bureau | Mumbai 

City Civic Center: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ( Swarnim Jayanti Chief Minister shaheri vikas yojana ) અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની ૩૧ નગરપાલિકાઓના સિટી સિવિક સેન્ટર્સનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. જે પૈકી બારડોલી નગરપાલિકાની જૂની ઓફીસ બિલ્ડિંગ ખાતે સિટી સિવિક સેન્ટર્સનો સમાવેશ થાય છે. આ જનસુવિધા કેન્દ્રનું સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા. 

MP parbhubhai vasava inaugurating the City Civic Center at the old office building of Bardoli Municipality

MP parbhubhai vasava inaugurating the City Civic Center at the old office building of Bardoli Municipality

               આ અવસરે સાંસદ પ્રભુભાઈ વસાવાએ ( Parbhubhai Vasava ) જણાવ્યું કે, બારડોલી નગરપાલિકા વિસ્તારમાં વસતા નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ એક જ સ્થળે મળી રહે તેવા ઈઝ ઓફ લિવિંગનો આશય રહેલો છે.  વધુમાં કહ્યું કે, ડિજિટલ ઇન્ડિયા અતંર્ગત લોકોને ઘર આંગણે ઝડપી અને પારદર્શક ઈ-ગવર્નન્સની સુવિધાઓ પ્રદાન કરવામાં સિટી સિવિક સેન્ટર મહત્વની ભૂમિકા ભજવશે. પ્રજાની સુખાકારીમાં વધારો થાય તેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. દરેક નાગરિકનો સેવા લેવાનો અધિકાર છે. સેવા સાથે આપણે રાષ્ટ્રના વિકાસ માટે નૈતિક ફરજ પણ અદા કરવાનો અનુરોધ કર્યો હતો.  

MP parbhubhai vasava inaugurating the City Civic Center at the old office building of Bardoli Municipality

MP parbhubhai vasava inaugurating the City Civic Center at the old office building of Bardoli Municipality

                   વધુમાં વસાવાએ કહ્યું હતું કે, સમાજ જીવનમાં પ્રજાલક્ષી નુકશાન થતું હોય તો ચોક્કસ માહિતી મેળવવા RTI કરવી જોઈએ પરંતુ પોતાના સ્વાર્થ ખાતર RTI કરીને સરકારી કામગીરીમાં અડચણ રૂપ ન બનવા જણાવ્યું હતું. સિટી સિવિક સેન્ટર કાર્યરત થવાથી નાગરિકોના કામકાજમાં સમય, શક્તિ અને નાણાંની બચત થશે અને નાગરિકોને સરકારના લોકાભિમુખ વહીવટની પ્રતીતિ થશે એમ તેમણે ઉમેર્યું હતું. 

આ સમાચાર પણ વાંચો :  Constitution Temple: મહારાષ્ટ્રની ૫૮૨ શૈક્ષણિક સંસ્થાઓમાં બંધારણ મંદિર બનાવાશે, ૧૫ મી ઓગસ્ટે થશે ઉદ્ઘાટન

              આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, નાગરિકોને નગરપાલિકાને ( Bardoli Municipality ) લગતી તમામ સેવાઓ એક જ જગ્યાએથી ઉપલબ્ધ થાય તેવા આશયથી સિટી સિવિક સેન્ટર શરૂઆત કરવામાં આવી છે. સિટી સિવિક સેન્ટરમાં નગરજનો મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા નોંધણી, જન્મ/મરણ પ્રમાણપત્ર, હોલ બુકિંગ, ફાયર એન.ઓ.સી., સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમ ફી જેવી નગર પાલિકાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ ઓનલાઈન તેમજ રૂબરૂ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સિટી સિવિક સેન્ટર નાગરિકો માટે વન સ્ટોપ સોલ્યુશન તરીકે કામ કરશે. 

MP parbhubhai vasava inaugurating the City Civic Center at the old office building of Bardoli Municipality

MP parbhubhai vasava inaugurating the City Civic Center at the old office building of Bardoli Municipality

            સિટી સિવિક સેન્ટર ખાતે મિલકત વેરો, વ્યવસાયિક કર, વાહન કર, મકાનના નકશાની મંજૂરી બિલ્ડિંગ પ્લાનની મંજૂરી, ડુપ્લીકેટ જન્મ મૃત્યુ પીમણ પત્ર, ગુમાસ્તાધારા નોંધણી, આરોગ્ય અંગેના લાયસન્સ, લારી ફેરિયા અંગેના લાયસન્સ, માહિતીનો અધિકાર (RTI) સ્વીકૃત, ટાઉન હોલ બુકિંગ, સ્વિમિંગ પૂલ જીમની ફી સ્વીકૃતિ અને ફાયર (NOC) એપ્લીકેશન સહિતની અન્ય સેવાઓનો લાભ અરજદારો એક જ સ્થળેથી લઈ શકશે. 

MP parbhubhai vasava inaugurating the City Civic Center at the old office building of Bardoli Municipality

MP parbhubhai vasava inaugurating the City Civic Center at the old office building of Bardoli Municipality

          આ લોકાર્પણ પ્રસંગે મહાનુભાવોના હસ્તે અરજદારોને વિવિધ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. 

          આ પ્રસંગે બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, ઉપપ્રમુખ વિજયભાઈ, શાસક પક્ષના નેતા રશ્મિબેન,  નગર પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો :  Mukesh Dalal: અડાજણ ખાતે વિશ્વના પ્રસિદ્ધ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના ‘હુનર ઓફ ઈન્ડિયા’ પ્રદર્શન સહ વેચાણને ખુલ્લું મુકતા સાંસદ મુકેશભાઈ દલાલ

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More