News Continuous Bureau | Mumbai
Surat National Lok Adalat : ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ-સુરત ( Surat ) દ્વારા જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ લોક અદાલત યોજાઈ હતી. જેમાં ક્રિમીનલ કમ્પાઉન્ડ કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ના કેસો, બેન્ક નાણા વસુલાત, મોટર અકસ્માત, લેબર તકરાર, પાણી અને વિજ બિલ, લગ્ન વિષયક તકરાર, રેવન્યુ તથા સિવીલના કેસો મૂકવામાં આવ્યા હતા. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ શ્રી આર.ટી.વચ્છાણીના ઉત્કૃષ્ટ માર્ગદર્શન હેઠળ આ તમામ કેસોમાં સમાધાનથી સુખદ નિરાકરણ કરાયું હતું.
લોક અદાલતમાં ( National Lok Adalat ) કુલ ૬,૯૭૭ કેસો મૂકાયા હતાં, જે પૈકી ૪૪૧૨ કેસોમાં સુખદ સમાધાન હુકમો કરાયા હતા. સ્પેશયલ સીટિંગમાં મૂકવામાં આવેલ ૪૩,૩૦૯ કેસો પૈકી ૩૧,૦૧૨ કેસોનું ( Surat Court ) નિરાકરણ થયું છે.
આ સમાચાર પણ વાંચો : Amit Shah Farmers: ખેડૂતોનાં કલ્યાણ માટે મોદી સરકારે લીધા આ ત્રણ મહત્ત્વપૂર્ણ નિર્ણયો, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યો ઉલ્લેખ
લોક અદાલતમાં ( Lok Adalat ) કુલ ૩૫,૪૨૪ કેસોનો ( Court Cases ) નિકાલ કરી રૂા.૧,૩૯,૨૨,૯૮,૩૨૬ રકમનું સેટલમેન્ટ તેમજ રૂા. ૫૨,૩૪,૧૩૦/- રકમનો દંડ વસુલવામાં આવ્યો છે. ઉપરાંત ઈ-ચલણના કેસોમાં રૂા. ૪,૬૦,૦૩,૬૩૦/- ની વસુલાત કરાઈ છે. પ્રિ-લીટીગેશનમાં કુલ ૭૪,૦૭૮ કેસોનો સમાધાનથી નિકાલ કરી તેમાં રૂ.૭,૦૪,૨૪,૭૭૫ ની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું છે એમ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવની યાદીમાં જણાવાયું છે.
Surat National Lok Adalat : લોકઅદાલતની ઉપલબ્ધિઓ:-
- (૧) MACP EXECUTION ના એક કેસમાં રૂ.૨, ૩૪,૭૪, ૯૪૬/- માં સમાધાન.
- (૨) ૧૦ વર્ષ કે તેથી વધુ જુના ૨૪૫ સિવીલ અને ફોજદારી કેસોનો નિકાલ
- (૩) નિયત કરેલા ૩૪૦ ટાર્ગેટેડ કેસો પૈકી ૪૮ કેસોનો નિકાલ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.