Surat: જિલ્લા કાનૂની સત્તા મંડળ-સુરત દ્વારા આ તારીખે યોજાશે રાષ્ટ્રીય લોકઅદાલત

Surat: જિલ્લા કાનૂની સત્તા મંડળ-સુરત દ્વારા તા.૯મી માર્ચે રાષ્ટ્રીય લોકઅદાલત યોજાશે. લોકઅદાલતમાં મુકવા માંગતા કેસો માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તથા તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવો. સમાધાનથી તેમજ સ્પેશ્યલ મેજિસ્ટ્રેટ સિટિંગ દ્વારા વિવિધ પ્રકારના કેસોનું નિરાકરણ કરાશે.

by Hiral Meria
National Lok Adalat will be held on this date by District Legal Authority Board-Surat

News Continuous Bureau | Mumbai 

Surat:  સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તેમજ સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષની અધ્યક્ષતામાં આગામી તા.૯/૦૩/૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત ( National Lok Adalat ) યોજાશે.

વર્ષ ૨૦૨૪ની આ પહેલી લોક અદાલતમાં સુરત ( District Legal Services Authority Surat ) શહેર તથા તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ના કેસો, નાણાની વસુલાતના કેસો, મજુર તકરારના કેસો, ઈલેક્ટ્રિસિટી એન્ડ વોટર બીલ્સ (નોન કંપાઉન્ડેબલ કેસોને બાદ કરતા), લગ્ન વિષયક તકરારના (છુટાછુડા સિવાયના) કેસો, જમીન સંપાદન રેફરન્સના કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃતિના લાભોને લગતા કેસો, મહેસુલ કેસો સહિત અન્ય દિવાની કેસો (ભાડા તકરાર, સુખાધિકાર, મનાઈ હુકમનાં, વિશિષ્ટ પાલનના દાવા) વિગેરે કેસોનો નિકાલ કરવામાં આવશે.

વધુમાં, સીસીટીવી કંટ્રોલરૂમ, સુરત દ્વારા ટ્રાફિક નિયમનો ( Traffic regulations ) ભંગ કરનાર વાહન ચાલકોને મોટર વ્હિકલ એક્ટ મુજબ આપવામાં આવતા ઈ-ચલણના નાણાં ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમથી લોક અદાલતમાં ભરી શકશે તેમજ સંભવ ઈનિશીએટીવ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાથે મળી, રૂબરૂ તથા ટેલિફોનીક માધ્યમથી ઈ-ચલણ ભરવા માટે લોકોને શિક્ષીત કરવામાં આવશે. આ લોક અદાલતનો લાભ લઈ બાકી ઈ-ચલણના નાણાની ચૂકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે કોઈ કાયદેસરની કાર્યવાહી થશે નહી, જેનો પણ લોકો લાભ લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Sanskrit: સંસ્કૃત’ની સરસ્વતી: ભરૂચ વતની આ ૨૩ વર્ષીય વિધાર્થીનીને સંસ્કૃત ભાષામાં M.A.ની પદવી સાથે ૩ ગોલ્ડ મેડલ એનાયત 

રાષ્ટ્રીય લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંન્ને પક્ષકારોના હિતમાં કેસનો ફેસલો થશે જેથી કોઈ પક્ષકાર પોતાના કેસો લોક અદાલતમાં મૂકવા માંગતા હોય તો તેઓ જે તે અદાલતમાં અથવા તો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તથા જે તે તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી પોતાના કેસો આગામી રાષ્ટ્રીય લોકઅદાલતમાં મૂકી શકશે એમ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ-સુરતના સચિવ સી.આર.મોદીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More