News Continuous Bureau | Mumbai
Vijay Diwas: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરત દ્વારા નવયુગ કોમર્સ કોલેજ ખાતે “વિજય દિવસ (૧૯૭૧ ભારત-પાકિસ્તાન યુદ્ધ)” સ્મૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત સૌએ બે મિનીટ મૌન પાળી યુદ્ધમાં શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. યુવાઓને વિજય દિવસથી વાકેફ કરાયા હતા.
નહેરુ યુવા કેન્દ્ર-સુરતના ( Nehru Yuva Kendra Surat ) જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં દેશભક્તિ ગીત સ્પર્ધા યોજી પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે નવયુગ કોલેજના પ્રો.મેહુલ શાહ, પ્રો.બિંદુ શાહ, રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક ગૌરવ પડાયા, ઉજ્જવલ પરમાર અને હર્ષા ખત્રી સહિત ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત ( Vijay Diwas ) રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Fit India Cycling Drive : કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ‘ફિટ ઇન્ડિયા સાઇકલિંગ ડ્રાઇવ’ને આપી લીલી ઝંડી; ભારતમાં 1000 સ્થળોએ કાર્યક્રમોનું થયું આયોજન.. જુઓ ફોટોસ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.