News Continuous Bureau | Mumbai
- મધમાખી પાલકો આઇ-ખેડૂત પોર્ટલ ઉપર તા.૨૪/૧૨/૨૦૨૪ થી તા.૨૩/૦૧/૨૦૨૫ સુધી અરજી કરી શકશેઃ
iKhedut portal: માહિતી બ્યુરો સુરત,મંગળવારઃ સુરત જિલ્લાના આદિજાતી વિસ્તારોમાં બાગાયત વિકાસ કાર્યક્રમ અંતર્ગત “આદિજાતી વિસ્તારના મધમાખી પાલકોને વિનામુલ્યે મધમાખી હાઇવ્સ તથા કોલોની પુરી પાડવાની યોજના” વર્ષ ૨૦૨૪-૨૫ માટે અમલમાં મુકાઈ છે. આ યોજના હેઠળ આદિજાતી મધમાખી પાલકો/સેલ્ફ હેલ્પ ગ્રુપ/સખી મંડળ/FPO/FPC ના સભ્યોને બે મધમાખી હાઇવ્સ તથા કોલોની વિના મૂલ્યે આપવામાં આવશે. જેમાં લાભ લેવા માટે મધમાખી પાલકોએ આઇ-ખેડૂત પોર્ટલ ઉપર તા.૨૪/૧૨/૨૦૨૪ થી તા.૨૩/૦૧/૨૦૨૫ સુધી પોતાના નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, ખાનગી ઇન્ટરનેટ અથવા નાયબ બાગયતની કચેરીમાં સવારના ૧૧.૦૦ થી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે અરજી કરવી.
આ સમાચાર પણ વાંચો : Kanubhai Desai: ‘સુશાસન દિવસ’ નિમિત્તે સરકારનો વીજ ગ્રાહક હિતલક્ષી નિર્ણય
દિન ૭માં અરજીની નકલ નાયબ બાગાયતની કચેરીમાં જમા કરાવવી. ઓન લાઇન અરજી ikhedut.gujarat.gov.in સાઇટ પર કરી શકાય છે. વધુ જાણકારી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ, સુરત. ફોન નં : ૦૨૬૧-૨૬૫૫૯૪૮. પર સંપર્ક કરવા વિનંતી.એવું નાયબ બાગાયત નિયામક સુરતની કચેરી દ્વારા જણાવવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.