News Continuous Bureau | Mumbai
Surat : પશ્ચિમ રેલવેના ( Western Railway ) સુરત સ્ટેશન પર ચાલી રહેલા રિડેવલપમેન્ટના કામના સંબંધમાં નોન ઈન્ટરલોકિંગના કામને કારણે ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ અને અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:-
- 06 એપ્રિલ 2024ની ટ્રેન નંબર 20908 ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ ( Bhuj-Dadar Sayaji Nagari Express ) વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને વડોદરા-દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 7 એપ્રિલ 2024ની ટ્રેન નંબર 20907 દાદર-ભુજ્સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેન વડોદરા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થશે અને દાદર-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 7 એપ્રિલ 2023ની ટ્રેન નંબર 82902 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન ( Ahmedabad-Mumbai Central Tejas Express Train ) સંપૂર્ણપણે રદ રહેશે.
- 7 એપ્રિલ 2023ની ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Bird Flu: ફરીથી એલાર્મની ઘંટડી, કોવિડ કરતાં 100 ગણો વધુ ખરાબ રોગચાળો આવી રહ્યો છે! નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા..
ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકેછે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.