News Continuous Bureau | Mumbai
Surat : મેલેરીયા મુક્ત ગુજરાત ઉદ્દેશ્યને સાકાર કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ સુરતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.અનિલ બી.પટેલના માર્ગદર્શન હેઠળ તા.૧૫ થી ૩૦ એપ્રિલ દરમિયાન ડોર ટુ ડોર સર્વે ( Door to door survey ) દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

NVBDCP in Surat district from April 15 to April 30. Intensive house to house surveillance was carried out
જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડો.પ્રશાંત સેલરના સંકલનમાં રહી ૫૯ આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો સહિતની અલગ અલગ ૮૦૫ ટીમ બનાવી, સુરત જિલ્લાના તમામ ગામોમાં ૩ લાખ ૮૧ હજારથી વધુ ઘરોમાં એન.વી.બી.ડી.સી.પી. ( NVBDCP ) અંતર્ગત હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ ( House to House Surveillance ) કરીને ૯,૨૪,૮૩૯ ઘરની અંદરના પાત્રો જેવા કે, વાડામાં, ફ્રીજની ટ્રે, ટીપણાઓ તથા જયારે બહાર ના વિવિધ ૨,૧૦,૭૮૭ સ્થળો પર ભરાયેલા બિનજરૂરી પાણીને દૂર કરવામાં આવ્યા હતા. લોકોને વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. સર્વેલન્સ દરમ્યાન ૪૭૮૮ સ્થળોએ મચ્છરના પોરા જોવા મળ્યા હતા જેનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.

NVBDCP in Surat district from April 15 to April 30. Intensive house to house surveillance was carried out
સુરત જિલ્લામાં તા.૨૫ એપ્રિલના રોજ વિશ્વ મેલેરીયા દિવસની સઘન ઉજવણી કરવામાં આવી હતી. વાહક જન્ય રોગોના અટકાયત માટે વહેલુ નિદાન સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ કામગીરી સુનિશ્ચિત કરવા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ અને વાહક જન્ય રોગો જેવા કે, મેલેરીયા ( Malaria ) , ડેન્ગ્યુ, ચિકુનગુનિયા વગેરેના નિયંત્રણની કામગીરીમાં શાળાના બાળકોમાં આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ છે. ક્ષેત્રીય કક્ષાના તમામ આરોગ્ય કર્મચારીઓ દ્વારા સર્વેલન્સ, વાહક નિયંત્રણ, આરોગ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

NVBDCP in Surat district from April 15 to April 30. Intensive house to house surveillance was carried out
આ સમાચાર પણ વાંચો : NCW: યુવા મહિલાઓ NCW સાથે મળીને ટેક્નોલોજી, બિઝનેસ અને જાહેર જીવનનું નેતૃત્વ કરે છે
આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોરાનાશક કામગીરી, દવાયુક્ત મચ્છરદાની, ડ્રાઈ ડે, સઘન સર્વેલન્સ સહિત જનજાગૃતિ કરવામાં આવેલ. ઉલ્ટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઈ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખનામાં જઈને નિ:શુલ્ક લોહીની તપાસ કરાવવી જોઈએ. મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા. પાણીની ટાંકી, પાત્રો, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડિયામાં એક વખત સાફ કરી, સૂકવીને પાણી પછી પાણી ભરો. ઘરમાં રહેલા પાણીના પાત્રોને હવાચુસ્ત રીતે ઢાંકીને રાખો ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. નકામા ટાયર, ભંગારનો ચોમાસા પહેલા નિકાલ કરો. આખી બાંયના કપડા પહેરો. સૂતી વખતે જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરો. કોઈ પણ તાવ મેલેરીયા હોઈ શકે છે. મલેરીયાનો ફેલાવો મચ્છરથી ( mosquitoes ) જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે તેમ જિલ્લા મેલેરીયા અધિકારી શ્રી ડો.પ્રશાંત સેલરે જણાવ્યું હતું

NVBDCP in Surat district from April 15 to April 30. Intensive house to house surveillance was carried out
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.