Site icon

Surat : તા.૨૮ એપ્રિલે સુરત જિલ્લાની ૯ વિધાનસભામાં ‘Know Your Polling Station’ કેમ્પેઈન યોજાશે

Surat : મતદાન માટેના નિશ્ચિત પોલિંગ સ્ટેશનની જાણકારી મતદારો માટે ઉપયોગી બનશે. તા.૨૮ એપ્રિલે સવારે ૯ થી ૧૨:૩૦ વાગ્યા દરમિયાન મતદાન મથકની મુલાકાત લઈ મતદાર યાદીમાં નામ, ક્રમની ચકાસણી કરવા અનુરોધ

On April 28, 'Know Your Polling Station' campaign will be held in 9 Legislative Assembly of Surat district

On April 28, 'Know Your Polling Station' campaign will be held in 9 Legislative Assembly of Surat district

News Continuous Bureau | Mumbai 

Surat : તા.૭ મી મે એ સુરત શહેર-જિલ્લાની ૯ વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને ( Lok Sabha Election ) ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીમાં મતદારોની સહભાગિતા વધે અને લોકશાહી વધુ મજબૂત બને તે માટે જુદા જુદા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. મતદારોને મતદાન ( Voting ) મથકના સ્થળનો ખ્યાલ ન હોવાના કારણે અથવા તો મતદાન માટે જરૂરી ઓળખના પૂરાવા અને એકથી વધુ પોલિંગ સ્ટેશન ધરાવતા પોલિંગ સ્ટેશન લોકેશન પર કયા મતદાન મથકમાં મતદાન માટે જવાનું છે તેની જાણકારીના અભાવે મતદારો મતદાન મથકે મૂંઝવણ અનુભવતા હોય છે, જેને ધ્યાને લઈ સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તા.૨૮ એપ્રિલ,રવિવારના રોજ સુરત જિલ્લાની ૯-વિધાનસભા (૧૫૬, માંગરોળ, ૧૫૭-માંડવી, ૧૫૮- કામરેજ, ૧૬૩-લિંબાયત, ૧૬૪-ઉધના, ૧૬૫-મજુરા, ૧૬૮-ચોર્યાસી, ૧૬૯-બારડોલી અને ૧૭૦-મહુવા) ખાતે “Know Your Polling Station” (KYPS)-‘તમારા મતદાન મથકને જાણો’ અભિયાન યોજાશે.

Join Our WhatsApp Community

જેથી સવારે ૯:૦૦ થી ૧૨.૩૦ વાગ્યા દરમ્યાન ઉપરોક્ત ૯-વિધાનસભાના મતદારોને નજીકના મતદાન મથકની મુલાકાત લઈ મતદારયાદીમાં પોતાનું નામ, ક્રમ અને મતદાન મથકની ( polling station ) જાણકારી મેળવવા તેમજ મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવા જેવી માહિતી મેળવવા માટે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી-સુરતની યાદીમાં જણાવાયું છે.  

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election : ચૂંટણી ખર્ચના હિસાબોની તપાસણીમાં ગેરહાજર રહેલા ૦૭-અમદાવાદ પૂર્વના પાંચ ઉમેદવારોને નોટિસ અપાઈ

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version