News Continuous Bureau | Mumbai
National Farmers Day: સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ( Surat Agricultural Science Centre ) દ્વારા કેન્દ્ર સરકારના ( Central Govt ) માર્કેટીંગ અને નિરીક્ષણ નિયામક, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૨૩ ડિસેમ્બર શનિવારના રોજ બારડોલીના ( Bardoli) ખેડૂત તાલીમ કેન્દ્ર ( Farmer Training Centre ) ખાતે સવારે ૯.૦૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા દરમિયાન ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’-૨૦૨૩ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખેડૂત ભાઈ–બહેનોને ખેતી, પશુપાલન અને ખેતીના વિવિધ પાકોની નવીનતમ ટેકનોલોજીથી માહિતગાર કરવામાં આવશે. તેથી વધુમાં વધુ ખેડૂત ભાઈ-બહેનોને આ કાર્યક્રમનો લાભ લેવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : Gyanvapi Case: જ્ઞાનવાપી પર ASIનો સીલબંધ રિપોર્ટ રજૂ, આ તારીખે થશે આગળની સુનાવણી..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.