News Continuous Bureau | Mumbai
Surat : રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર હેઠળના જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-સુરત દ્વારા સંચાલિત ‘બાળ પ્રતિભા શોધ’ ( Bal pratibha shodh ) સ્પર્ધા ડિસેમ્બર માસના અંતમાં યોજાશે. જેમાં વિવિધ વયજૂથના કુલ ૩ વિભાગોમાં ૧૩ કૃતિઓ માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત વિભાગ “અ” માં ૦૭ થી ૧૦ વર્ષના, વિભાગ “બ” મા ૧૧થી ૧૩ વર્ષ તેમજ ખુલ્લા વિભાગમાં ૦૭થી ૧૩ વર્ષ સુધીના બાળકો ( Children ) ભાગ લઈ શકશે. જેમાં વિભાગ “અ” તથા “બ” મા વકતૃત્વ સ્પર્ધા, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, એકપાત્રીય અભિનય, નિબંધ, લગ્નગીત, લોકવાદ્ય સંગીત અને ખુલ્લા વિભાગમાં લોકવાર્તા, લોકગીત, ભજન, દોહા-છંદ-ચોપાઇ, સમૂહગીત તેમજ લોકનૃત્ય સહિત ત્રણેય વિભાગો મળી કુલ ૧૩ કૃતિનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત નમૂનાનું ફોર્મ ભરીને તા.૨૨/૦૮/૨૦૨૪એ બપોરે ૧:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, સુરત ( District Youth and Cultural Activities Office-Surat ) , પ્રથમ માળ, જુની સિવિલ કોર્ટ બિલ્ડીંગ બહુમાળી, નાનપુરા,સુરત ખાતે જમા કરવાનું રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી-સુરત દ્વારા જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : Suzuki Motorcycle: સુઝુકી મોટરસાઈકલ ઈન્ડિયાએ ભારતમાંથી લગભગ ચાર લાખ ટુ-વ્હીલર પાછા મંગાવ્યા, સ્કુટરોમાં જોવા મળી આ ખામી.. જાણો વિગતે..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.