Surat:સુરત જિલ્લામાં PM-JANMAN અભિયાન: ફેઝ-૨; આદિમ જૂથના લાભાર્થીઓને જરૂરી લાભો આપવા આ તારીખ સુધી યોજાશે શિબિર/કાર્યક્રમો

Surat: દેશ અને રાજ્યના આદિમ જૂથોના વિકાસ માટે "PM JANMAN -PVTG ડેવલપમેન્ટ મિશન" હેઠળ નાણાંકીય અંદાજપત્રમાં ભારત સરકાર દ્વારા ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

by Akash Rajbhar
PM-JANMAN Campaign in Surat District Phase-II

News Continuous Bureau | Mumbai

  • આદિમ જૂથના લાભાર્થીઓને જરૂરી લાભો આપવા તા.૨૩ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી યોજાશે શિબિર/કાર્યક્રમો
  • સુરત જિલ્લાના આદિમ જૂથ સમુદાયની વસ્તી ધરાવતા ઉમરપાડા તાલુકાના ૩૬ ગામો, માંડવીના ૨૩ ગામો, મહુવાના ૨૫ ગામો, બારડોલીના ૪ ગામો અને માંગરોળ તાલુકાના ૧ ગામ મળી કુલ ૮૯ ગામો
  • જનમન યોજના હેઠળ વિવિધ યોજનાઓના લાભથી વંચિત હોય એવા જિલ્લાના લાભાર્થીઓને યોજનાકીય લાભો અપાશે
  • સુરત જિલ્લાના ૮૯ ગામોના આદિમ જૂથના ૨૪૩૨ કુટુંબોની ૯૮૫૪ વસ્તીને ૧૧ યોજનાઓથી આવરી લેવામાં આવશે
    :જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી
  • પીએમ જન-મન અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

Surat: દેશ અને રાજ્યના આદિમ જૂથોના વિકાસ માટે “PM JANMAN -PVTG ડેવલપમેન્ટ મિશન” હેઠળ નાણાંકીય અંદાજપત્રમાં ભારત સરકાર દ્વારા ખાસ જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા તા.૧૫ ઓગસ્ટ-૨૦૨૩થી ‘પીએમ જનમન’ અભિયાન હેઠળ આદિમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરી વિકાસની મુખ્ય ધારામા લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે, ત્યારે ‘પીએમ જન મન’ અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના આદિમજુથના કુટુંબોને પ્રાથમિક અને મૂળભુત સુવિધાઓ સહિત કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરીને સમાજની મુખ્યધારામાં પ્રસ્થાપિત કરવાના ધ્યેયમંત્ર સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. PM-JANMAN (પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન) હેઠળ કેન્દ્રીય આદિજાતિ મંત્રાલય દ્વારા તા.૨૩ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૪ સુધી PM-JANMAN ફેઝ-૨ ના પ્રચાર-પ્રસાર અને લોક જાગૃતિ તેમજ યોજનાકીય લાભો આપવા માટે ઝૂંબેશરૂપ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ જિલ્લા સેવા સદન ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચોઃ Mumbai Rain : મુંબઈમાં વરસાદની એન્ટ્રી, ધોધમાર વરસાદ પડતા લોકલ અને માર્ગ પરિવહન પર અસર.. હવામાન વિભાગે જારી કર્યું એલર્ટ.

કલેક્ટરશ્રીએ વધુમાં કહ્યું કે, સુરત જિલ્લાના આદિમ જૂથ સમુદાયની વસ્તી ધરાવતા ઉમરપાડા તાલુકાના ૩૬ ગામો, માંડવીના ૨૩ ગામો, મહુવાના ૨૫ ગામો, બારડોલીના ૪ ગામો અને માંગરોળ તાલુકાના ૧ ગામ મળી કુલ ૮૯ ગામોનો સમાવેશ થાય છે. આ તમામ તાલુકામાં PVTG (આદિમજુથ સમુદાય)ના કુલ ૨૪૩૨ કુટુંબોની ૯૮૫૪ વસ્તીને જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પી.એમ. ઉજ્જવલા યોજના, પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના, આયુષ્માન ભારત કાર્ડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, પી.એમ.માતૃવંદના યોજના જેવી વિવિધ યોજનાઓના લાભથી વંચિત હોય તેમને સંબંધિત કચેરીઓ લાભાન્વિત કરશે.
કલેકટરશ્રીએ ઉમેર્યું કે, ‘પીએમ જન મન’ કાર્યક્રમ હેઠળ સુરત જિલ્લામાં મહુવા, ઉમરપાડા, માંડવી, બારડોલી તાલુકામાં વસતા કોટવાળીયા, કાથોડી, કાથુડીયા અને કોલધા જેવા આદિમજૂથોનો સમાવેશ થાય છે. ખાસ કરીને નબળા આદિવાસી જૂથ- પીવીટીજીના લાભાર્થીઓના જીવનશૈલીમાં સુધાર કરવાના ઉમદા આશય સાથે આદિમજુથની વસ્તી ધરાવતા ગામોમાં જનજાગૃતિ-આઈઈસી પ્રવૃતિઓ હાથ ધરી આદિમજૂથોને જાગૃત કરીને યોજનાના લાભ હેઠળ આવરીને સો ટકા સંતૃપ્તિ હાંસલ કરવા માટે સુરત જિલ્લા વહીવટી તંત્રએ પ્રયાસો હાથ ધર્યા છે.

ડિસેમ્બર-૨૦૨૩ થી જાન્યુઆરી-૨૦૨૪ દરમ્યાન પી.એમ.જનમન ફેઝ-૧ની ઝુંબેશ હેઠળ આદિમ જૂથોને અપાયા લાભો

તમામ આદિમજુથ લાભાર્થીઓના ઘરે નળ કનેક્શન અપાયા છે. માંડવી તાલુકાના દેવગઢ અને ઉમરપાડા તાલુકાના ધાણાવડ ગામોમાં બે(ર) વનધન વિકાસ કેન્દ્રની દરખાસ્ત કરાઈ છે. ઉપરાંત ૫૧૬ પાકા ઘરો, ૧૦૭૦ વિજજોડાણ, ૮૮૧૫ આધારકાર્ડ, ૫૦૦૭ આયુષમાન કાર્ડ, ૫૩ કિસાન સન્માન નિધી યોજના, ૪ કિસાન ક્રેડીટ કાર્ડ, ૬૫૬ PM જનધન, ૧૪ માતૃવંદના યોજના, ૨૨૮૮ રાશનકાર્ડ, ૧૫૬૪ જાતિના દાખલા અપાયા હતા. આ યોજનાના પ્રચાર પ્રસાર માટે IEC કેમ્પ-૧૪૫ દરમ્યાન સેલ્ફી પોઈન્ટ-૩૭૭, વોલ પેટીંગ-૩, હોર્ડિંગ/બેનર-૨૬૦, કાર્ડ વિતરણ-૨૬૩૧ કરી પ્રચાર પ્રસાર કરાયો છે.

આ સમાચાર પણ વાંચોઃ વાસ્તુ ટિપ્સઃ સવારે આંખ ખોલતાની સાથે ભૂલથી પણ ના જોતા આ વસ્તુ, અશુભતા, ગરીબી અને પરેશાનીઓના છે સંકેત.

આદિમજૂથના નાગરિકો માટે કેન્દ્ર સરકારે રૂ.૨૪,૦૦૦ હજાર કરોડની જોગવાઈ કરી છે

કેન્દ્ર સરકારે જનમન હેઠળ PVTG (આદિમજૂથ સમુદાય) વસ્તી ધરાવતા દેશના ગામોમાં રહેતા કુટુંબોને ૧૧ જેટલી સુવિધાઓ પૂરી પાડવા માટે રૂ.૨૪૦૦૦ હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં દરેક કુટુંબોને પાકુ ઘર, રોડ કનેક્શન, આરોગ્ય કેન્દ્ર, છાત્રાલયો, વીજ જોડાણ, નળ કનેકશન, આંગણવાડી સેન્ટર, વન ધન વિકાસ કેન્દ્ર, મલ્ટી પર્પઝ સેન્ટર, સોલાર સ્ટ્રીટ લાઈટ, મોબાઈલ ટાવર, કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રો બનાવવા એમ ૧૧ બાબતોનો સમાવેશ કર્યો છે. ઉપરાંત, આધારકાર્ડ, પી.એમ. ગરીબ કલ્યાણ અન્ન, ઉજવલા યોજના, આયુષ્માન કાર્ડ, કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડીટ કાર્ડ, PM-JANDHAN યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, માતૃ વંદના, સિલકક્સેલ મિશન અંતર્ગત લાભો આપવામાં આવી રહ્યા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More