News Continuous Bureau | Mumbai
PM Surya Ghar Muft Bijli Yojana: કેન્દ્ર અને રાજ્ય સરકારના સફળ પ્રયાસોના પરિણામે પી.એમ. સૂર્યઘર મફત વીજળી યોજના દ્વારા રિન્યુએબલ એનર્જી ( Renewable Energy ) થકી લોકો પોતાના ઘરો પર રૂફ ટોપ સોલાર સિસ્ટમ મૂકાવીને સ્વચ્છ વીજળીનો ઉપયોગ કરવા સાથે વધારાની વીજળી ઉત્પાદન કરતા થયા છે. સૌર ઉર્જાના ફાયદાઓ પ્રત્યે જાગૃત્ત થયેલા સુરતીઓ માટે આ યોજના આશીર્વાદરૂપ બની છે.
સુરતના ( Surat ) વરાછા વિસ્તારમાં રહેતા જયેશભાઈ બચુભાઈ ઠુંમરે ઘરની અગાસી પર સોલાર સિસ્ટમ ( Solar panels ) ઈન્સ્ટોલ કરી છે. તેઓ કહે છે કે, અગાઉ મારા ઘરનું બે મહિને લાઈટ બિલ ૧૫ થી ૧૭ હજાર આવતું હતું. અમારા ઘણા મિત્રો, સગા સંબંધીઓએ પોતાના ઘરો પર સોલાર સિસ્ટમ ઈન્સ્ટોલ કરાવી છે. જેની એક વાર ચર્ચા કરતા મિત્રએ કહ્યું કે, જયેશ, તારી અગાસી પર સોલાર ફિટ કરાવી દે. તારૂ બિલ અડધુ થશે અને આ માટે સરકાર સારી એવી સબસિડી પણ આપે છે. જેથી મેં એક વર્ષ પહેલાં પી.એમ. સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર માન્ય સોલાર કંપનીમાં અરજી કરી. ટુંક સમયમાં અરજી મંજૂર થઇ.
વધુમાં તેઓ કહે છે કે, મેં ૬ કિલો વોટ માટે અરજી કરી, જેમાં કુલ ૨.૧૦ લાખના ટોટલ ખર્ચની સામે સરકાર દ્વારા મને રૂ.૮૦,૦૦૦ની સબસિડી મળી છે. તેઓ કહે છે કે, અમે ઘરમાં સાત સભ્યો છીએ. જેથી એ.સી., લાઈટ, પંખાનો વપરાશ પણ વધુ છે. સોલાર રૂફ ટોપ ( Solar roof top ) ઈન્સ્ટોલ કરાવ્યા પહેલા બે મહિનાનું લાઇટ બિલ ૧૫૦૦૦ થી ૧૭૦૦૦ જેટલું આવતું જે હાલમાં ધટીને છ થી સાત હજાર જેટલું થયું છે.
સરકારની યોજનાની પ્રશંસા કરતા વધુમાં તેઓ કહે છે કે, આપણા ટેરેસ પર જેટલી ઉર્જા ( Solar Energy ) ઉત્પન્ન થાય છે તે સોલાર મીટર મારફતે એકસપોર્ટ થાય છે, અને બીજા મીટરમાં વપરાશનું મીટર હોય છે. જેથી વધારાની વીજળી પણ સરપ્લસ થાય છે અને જો ક્રેડિટ બચે તો યુનિટ દીઠ રૂ.૨.૨૫ની કમાણી પણ થાય છે. સરવાળે જોઈએ તો આ યોજનામાં પાંચ વર્ષ દરમિયાન યોજનાનું પુરેપુરૂ વળતર મળી જાય છે. સોલાર કંપની પાંચ વર્ષ સુધીની મેન્ટેનન્સની ગેરંટી આપે છે. આ પેનલ માટે કંપની સાથે ૨૫ વર્ષ સુધીનો કોન્ટ્રાકટ હોય છે. જેથી સોલાર મુકાવનારને લાભ જ લાભ હોવાનું જયેશભાઈ જણાવે છે.
આ સમાચાર પણ વાંચો : Amit Shah Farmers: ખેડૂતોનાં કલ્યાણ માટે મોદી સરકારે લીધા આ ત્રણ મહત્ત્વપૂર્ણ નિર્ણયો, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યો ઉલ્લેખ
દ. ગુજરાત વીજ કંપનીના ( DGVCL ) એમ.ડી. શ્રી યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમના સફળ પ્રયાસોના પરિણામે આ શક્ય બન્યું છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ ગ્રીન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. વધુમાં વધુ લોકો પોતાના ઘરની છત પર સોલર પેનલો લગાવે તે માટે આગામી માર્ચ-૨૦૨૭ સુધીમાં DGVCL હેઠળના સુરત સહિત સાત જિલ્લાઓમાં પાંચ લાખ ઘરોમાં સોલાર રૂફ ટોપ સિસ્ટમ ઈન્સ્ટોલેશનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાં સુરત શહેર-જિલ્લામાં સૌથી વધુ ૬૮,૫૭૧ લોકોએ પોતાની અગાસી પર પી.એમ.સુર્યઘર યોજના હેઠળ સોલાર પેનલ લગાવી છે. જેના થકી ૩૩૦.૯૪ મેગાવોટનું વીજ સ્થાપન કરવામાં આવ્યું છે.
છેલ્લા આઠ વર્ષ દરમિયાન ઈન્ટોલ કરવામાં આવેલી સોલાર પેનલોની વિગતો જોઈએ તો દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળના સુરત જિલ્લામાં સૌથી વધુ ૬૮,૬૭૧, ભરૂચમાં ૨૧,૪૫૭, નવસારીમાં ૧૧,૦૯૯, વલસાડમાં ૧૦,૪૪૨, નર્મદામાં ૧,૧૧૫, તાપીમાં ૨,૧૧૫, ડાંગમાં ૧૭૯ જેટલા લાભાર્થીઓએ પોતાની અગાશી- છત પર આ યોજના હેઠળ સોલાર પેનલો ઈન્ટોલ કરાવી છે. સાત જિલ્લાઓમાં સૌથી વધુ ૧,૧૦,૭૧૮ રેસિડેન્સીયલ અગાશી ઉપર ૧૨૮૭ કોમર્શીયલ, ૨૦૪૨ ઈન્ડસ્ટ્રીઝ, ૧૮૨ સરકારી ઈમારતો તથા અન્ય ૮૪૯ મળી કુલ ૧,૧૫,૦૭૮ જેટલા અગાસી કે છતો પર પેનલો લગાવી હોવાનું તેઓ જણાવે છે.
લોકો સૌર ઊર્જા પ્રત્યે જાગૃત્ત બન્યા છે, તેમનો ઉત્સાહ ઉત્તરોત્તર વધી રહ્યો છે, એક સમયે લોકોના ઘરોમાં એક પંખો, લાઈટ, ટી.વી. જેવા મર્યાદિત સાધનો હતા. આજે જરૂરિયાતો વધી હોવાથી ફ્રીજ, એ.સી., વોશિંગ મશીન જેવા સાધનો વસાવતા થયા છે, જેથી લાઈટબિલમાં પણ વધારો થયો છે. અગાસી પર સોલાર ઈન્સ્ટોલ કરાવવાથી લોકોના લાઈટ બિલો અડધા અથવા તો શૂન્ય થયા છે.
સરકાર દ્વારા પી.એમ. સૂર્ય ઘર વીજળી યોજના હેઠળ એક કિલો વોટ થી ૨ કિલો વોટ સુધી ૩૦,૦૦૦ અને ૨ કિલો વોટ થી ૩ કિલો વોટ સુધી રૂ. ૧૮૦૦૦ તથા ૩ કિલો વોટ કરતાં મોટી સિસ્ટમ માટે મર્યાદિત રૂ.૭૮,૦૦૦ની સબસિડી આપવામાં આવે છે. જેના કારણે પણ લોકો મોટી સંખ્યામાં પોતાની અગાસી પર સોલાર પેનલો લગાવી રહ્યા છે. પર્યાવરણની દ્રષ્ટ્રિએ પણ રિન્યુએલબ એનર્જી સસ્તી છે. ટ્રાન્સર્મેશનનો ખર્ચ પણ શૂન્ય થયો છે
આ સમાચાર પણ વાંચો : Surat National Lok Adalat : સુરતની દરેક કોર્ટમાં યોજાઈ નેશનલ લોક અદાલત, કુલ આટલા કેસોનો નિકાલ કરી રૂા. ૫૨.૩૪ લાખના દંડની કરી વસુલાત.
નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રીના વિઝન હેઠળ વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશમાં ૫૦૦ ગીગાવોટ જેટલી નોન-ફોસિલ પાવર ક્ષમતા સ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે, જેમાં ગુજરાત પણ ૧૦૦ ગીગાવોટ જેટલુ યોગદાન આપવા તત્પર છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.