News Continuous Bureau | Mumbai
Pradhan Mantri Garib Kalyan Yojana :
- પલસાણા તાલુકાના પિસાદ ગામના કાલિદાસભાઈ બાબરને મળી અન્ન સુરક્ષા
- વૃદ્ધ સહાય યોજના હેઠળ કાલિદાસભાઈ માસિક રૂ.૧૦૦૦ નું પેન્શન પણ મેળવી રહ્યા છે
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એવા પરિવારો માટે વરદાન સાબિત થઈ રહી છે જેઓ પરિવારનું ભરણપોષણ કરવા માટે દિનરાત સખત મહેનત કરે છે. આ યોજના હેઠળ આપવામાં આવતા રાશનથી નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબ લોકોને સરકાર જ વિનામૂલ્યે અનાજ પૂરૂ પાડી રહી છે. આ ઉપરાંત, રાજ્ય સરકારે દિવ્યાંગ પેન્શન, વૃદ્ધ સહાય, વિધવા સહાય તેમજ અતિ નબળી સ્થિતિ ધરાવતા પરિવારોને “અગ્રતા ધરાવતા કુટુંબો” તરીકે ચિહ્નિત કરીને આવા પરિવારના સભ્યોને દર માસે વ્યક્તિ દીઠ ૨.૫ કિલો ઘઉં અને ૨.૫ કિલો ચોખા મળીને કુલ ૫ કિ.ગ્રામ અનાજ સરકારી વ્યાજબી ભાવની દુકાન મારફતે આપવામાં આવે છે.
Pradhan Mantri Garib Kalyan Yojana : કાલિદાસભાઈ બાબરને વૃદ્ધ સહાય યોજના હેઠળ મળી રહ્યું છે માસિક રૂ.૧૦૦૦ નું પેન્શન
આવા જ એક લાભાર્થી છે પલસાણા તાલુકાના પિસાદ ગામના વતની ૬૮ વર્ષીય કાલિદાસભાઈ બાબર. જેમના પરિવાર માટે આ યોજના આશીર્વાદરૂપ બની છે. પિસાદ ગામના તળાવ ફળિયામાં રહેતા કાલિદાસભાઈ ખેતશ્રમિક છે. બે પુત્રો અને અને પુત્રવધુઓ સાથે રહે છે. તેઓને દર માસે વ્યક્તિ દીઠ ૨.૫ કિલો ઘઉં અને ૨.૫ કિલો ચોખા મળીને કુલ ૫ કિ.ગ્રામ અનાજ મળી રહ્યું છે. તેઓ ખુશી વ્યકત કરતા જણાવે છે કે, સરકારી યોજનાઓ ગરીબ વર્ગ માટે વરદાનથી ઓછી નથી. મને વૃદ્ધ સહાય યોજના હેઠળ માસિક રૂ.૧૦૦૦ નું પેન્શન પણ મળી રહ્યું છે. ઉપરાંત પી.એમ. આવાસ અને ઉજ્જવલા યોજનાનો લાભ પણ મળી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Gujarat AHM : તોલમાપ તંત્રના રાજ્યવ્યાપી દરોડા, હાઇવે પર આવેલી ૧૮૩ જેટલી હોટલો પર દરોડા દરમિયાન રૂા. ૪.૬૩ લાખથી વધુનો દંડ કરાયો
તેઓ જણાવે છે કે, કોરોના કાળમાં લોકડાઉનની આ કપરી પરિસ્થિતિમાં અનાજ વિતરણ થકી કેન્દ્ર અને રાજ્ય સરકાર અન્નપૂર્ણા બનીને અમારી વ્હારે આવી હતી. સરકાર હજુ પણ આ યોજનાનો લાભ આપીને મારા પરિવારના ભરણ પોષણની કાળજી લઈ લઈ રહી છે. જે બદલ તેમણે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.