News Continuous Bureau | Mumbai
Surat District: સુરત જિલ્લા પંચાયતની શાળાઓના વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃતિમાં વધારો થાય તથા વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, પોતાની કારકીર્દીના ઘડતરમાં મદદરુપ થઇ શકે તેવા આશયથી સુરત જિલ્લા પંચાયતના “પ્રોજેકટ કલ્પના “ અંતર્ગત એક અનોખી પહેલના ભાગરૂપે જિલ્લાની વિવિધ તાલુકાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સુરત જિલ્લામાં આવેલા વિવિધ ક્ષેત્રના ઔદ્યોગીક એકમોની એક્સ્પોઝર વિઝિટનું અયોજન કરવામાં આવ્યું હતું. જેવા કે, વિજ ઉત્પાદન, સોલાર એનર્જી પ્લાન્ટ, પોર્ટ પરનું પરીવહન, આયાત-નિકાસ, સ્ટીલ ઉત્પાદન કરતી ઇન્ડસ્ટ્રી, ડેરી ઉદ્યોગ વગેરે એકમનો સમાવેશ થાય છે.
પ્રોજેકટ કલ્પના ભાગરૂપે ઔદ્યોગીક એકમોની મુલાકાતના પ્રવાસમાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીને NTPC, AM/NS, Adani(Hazira Port) તેમજ સુમુલ ડેરી જેવા ઔદ્યોગીક એકમમાં મુલાકાત લીધી હતી.
આ સમાચાર પણ વાંચો :kankaria carnival:અમદાવાદ શહેરમાં ‘કાંકરિયા કાર્નિવલ’ ઉત્સવ અન્વયે અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
ઔદ્યોગિક એકમની મુલાકાતથી વિદ્યાર્થીઓને પુન: પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત સોલાર ઉર્જા જે ભવિષ્યમાં દરેક ક્ષેત્રે ઉપયોગી થનાર છે અને પર્યાવરણને પણ નુકશાન કરતુ નથી. તેવા સોલાર ઉર્જા ઉત્પાદન, સંગ્રહ અને કઇ રીતે ઉપયોગમાં આવે છે તેનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. સ્ટીલ ઉત્પાદન અને સ્ટીલની મશીનરી ઉત્પાદન કરતા ઔદ્યોગિક એકમમાં સ્ટીલના કાચા માલ તેમાંથી સ્ટીલની મશીનરીનું ઉત્પાદન કેવી રીતે થાય તે અંગે વિદ્યાર્થીઓએ જાણકારી મેળવી હતી. તેવી રીતે વિજળીનું ઉત્પાદન, ઇલેકટ્રીસીટી ઘર સુધી પહોચી તે અંગે પણ માહિતીગાર થયા હતા.
આ સમાચાર પણ વાંચો :Hingoli Car Accident: હિંગોલીમાં બેકાબુ કારે બે બાઇકસવારોને મારી ટક્કર, CCTV ફૂટેજ સામે આવ્યા; જુઓ વિડીયો…
સુમુલ ડેરી ઉદ્યોગની મુલાકાતથી વિદ્યાર્થીઓને દુધ ગામડાથી ડેરી સુધી કઇ પ્રકીયાથી આવે છે અને દુધને લાંબા સમય સુધી જાળવણી રાખવાની પધ્ધતિ “પાશ્ચુરાઇઝેશન”વિશે સમજ આપવામાં આવી તથા દુધની વિવિધ પેદાશોના ઉત્પાદન વિશે માહિતીગાર કરાયા હતા.
મુલાકાતમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકોએ પ્રતિભાવ આપતા કહ્યું કે, વિદ્યાર્થીઓને જે પાઠ્યપુસ્તકમાં જે જ્ઞાન આપીએ છીએ તે પ્રોજેક્ટ કલ્પના અંતર્ગત વિદ્યાર્થીને પ્રત્યક્ષ રીતે સોલાર ઉર્જા ઉત્પાદન, વીજળી ઉત્પાદન, દુધની જાળવણી પ્રકીયા બતાવી શકયા અને વિદ્યાર્થીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો તથા ઔદ્યોગીક એકમોના સિનિયર મેનેજમેન્ટ સાથે વાર્તાલાપ કરવાનો પણ અવસર મળ્યો હતો. ઉપરાંત વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃતિમાં વધારો થાય તથા વૈજ્ઞાનિક અભિગમ કેળવાય આગળ જતા પોતાની કારકીર્દીના ઘડતરમાં મદદરુપ થઇ શકે તે હેતુથી આ ઔદ્યોગીક એકમોની એક્સ્પોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતુ.
isclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.