News Continuous Bureau | Mumbai
Surat: ઉધના પોલીસ દ્વારા જાણવા જોગના કામે તથા એમ.વી.એક્ટ ૨૦૭ મુજબના કામે ૨૦૮ જેટલા વિવિધ પ્રકારના ટુવ્હીલર વાહનો ( Two wheeler vehicles ) કબ્જે કરવામાં આવ્યા છે. જે વાહન માલિકોને અવાર-નવાર લેખિત તથા મૌખિક જાણ કરવા છતા તેઓ પોતાના વાહન છોડાવવા આજદિન સુધી ઉધના પોલીસ સ્ટેશન આવ્યા નથી, તેમજ કેટલાક કિસ્સામાં વાહન માલિકો ( Vehicle owners ) નિયત સરનામે રહેતા ન હોવાથી તેઓને જાણ થઈ શકતી નથી. જેથી વાહન માલિકો/વીમા કંપની/ફાઇનાન્સ કંપનીઓને આ જાહેર નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૦૭માં વાહન છોડાવવાની જરૂરી કાર્યવાહી કરવા અનુરોધ છે. અન્યથા સંબંધિત માલિકો વાહન પરત લેવા માંગતા નથી તેવું માની લઇ કાયદાકીય નિયમોનુસાર વાહનોની જાહેર હરાજી કરી હરાજીમાં ઉપજેલ નાણાં સરકારમાં જમા કરાવવામાં આવશે. તેમજ આ અંગે કોઇ વાંધા હોય તો દિન-૦૭માં ઉધના પોલીસ ( Udhna Police ) સ્ટેશન ખાતે રૂબરૂ અથવા લેખિત રજુઆત કરવી અને ત્યારબાદ આવેલી કોઇ રજુઆતને ધ્યાનમાં લેવાશે નહીં. તેમજ આ સબંધે વાહનોના નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ એસ.એન.દેસાઇ, પોલીસ ઇન્સપેક્ટર, ઉધના પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : CAA rules : CAA હેઠળ પહેલીવાર શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, કેન્દ્રીય ગૃહ સચિવે આટલા લોકોને આપ્યા પ્રમાણપત્ર..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.