News Continuous Bureau | Mumbai
Natural Farming: ગુજરાત સરકાર મીશન મોડ પર પ્રાકૃતિક ખેતીના અભિયાનને ઉપાડયું છે. ગુજરાતના અનેક ખેડૂતો ( Gujarat Farmers ) પરંપરાગત રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા સાથેની ખેત પદ્ધતિને છોડીને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. ખેડુતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે તાલીમબધ્ધ કરવામાં આવી રહ્યા છે. જેના સુખદ પરિણામો મળી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના આમનડેરા ગામના પ્રગતિશીલ ખેડુત રાજેન્દ્રભાઈ પ્રજાપતિએ ત્રણ વર્ષથી રાસાયણિક ખેતીને તીલાંજલી આપીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે.

Rajendrabhai Prajapati, a farmer of Amandara village of Mangarol taluka, adopted natural farming and became prosperous.

Rajendrabhai Prajapati, a farmer of Amandara village of Mangarol taluka, adopted natural farming and became prosperous.
૫૩ વર્ષીય રાજેન્દ્રભાઈએ સાતેક મહિના પહેલા ત્રણ વિધામાં કેળનું વાવેતર ( Plantain planting ) કર્યું હતું. જયારે સાત એકરમાં શેરડીનું વાવેતર ( Sugarcane plantation ) કર્યું છે. જેમાં વર્મીકમ્પોટ, વેસ્ટ ડી-કમ્પોઝર, વર્મી વોશ જેવા દેશી ખાતરોનું ઉપયોગ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, રોગ જીવાતને અટકાવવા માટે લિંબોળીના તેલ ઉપયોગ કરૂ છું. ત્રણ વિધામાં ૨૬૦૦ ટીસ્યુ કલ્ચરના છોડ લાવીને વાવેતર કર્યું હતું. જેમાં હાલમાં લુમ દીઠ ૪૫ કિલોનું વજન મળી રહ્યું છે જે સારામાં સારૂ હોવાનું તેઓ કહે છે. કેળના શરૂઆતના વાવેતરમાં આંતર પાક તરીકે ગલગોટાના ફુલનું વાવેતર કરીને એક લાખના ફુલોનું ઉત્પાદન ( Flower production ) મેળવ્યું હોવાનું તેઓ જણાવે છે. આ કેળના પાકમાં ૬૫૦૦૦ કિલોનું ઉત્પાદન મળવાની સંભાવના તેઓએ વ્યકત કરી હતી.

Rajendrabhai Prajapati, a farmer of Amandara village of Mangarol taluka, adopted natural farming and became prosperous.
તાજેતરમાં રાજેન્દ્રભાઈ ગીર ગાયની વાછરડી ખરીદી કરીને લાવ્યા છે. જેમાંથી આગામી સમયમાં સંપુર્ણ ગાય આધારિત ખેતી તરફ જવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. પ્રાકૃતિક કૃષિ કરવાથી જમીનમાં અળસિયાની સંખ્યા વધી છે જેથી જમીનની ભેજ તારણશક્તિ વધવાના કારણે પિયતની સંખ્યા પણ ઘટી છે. રાજય સરકારની ( Gujarat Government ) ખેતી આધારિત યોજનાઓનો પણ સમયાંતરે લાભ લેતા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Rajendrabhai Prajapati, a farmer of Amandara village of Mangarol taluka, adopted natural farming and became prosperous.
આ સમાચાર પણ વાંચો : Amit Shah Chandigarh : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ચંદીગઢમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓ માટે ઈ-સાક્ષ્ય, ન્યાય સેતુ, ન્યાય શ્રુતિ અને ઈ-સમન એપ લોન્ચ કરી
તેઓ અન્ય ખેડુતોને સંદેશ આપતા કહે છે કે, આજના આધુનિક યુગમાં જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. દવાઓના બેફામ ઉપયોગના કારણે કેન્સરના દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે ત્યારે સારા સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી કરવા સૌ ખેડુતોને અનુરોધ કર્યો હતો.

Rajendrabhai Prajapati, a farmer of Amandara village of Mangarol taluka, adopted natural farming and became prosperous.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.