Ravi Krishi Mahotsav: સુરતના ખેડુતો માટે આવતીકાલે તમામ તાલુકાઓમાં યોજાશે ‘રવિ કૃષિ મહોત્સવ’, આ પ્રદર્શનનું કરવામાં આવશે આયોજન..

Ravi Krishi Mahotsav: તા.૬ અને તા.૭મી ડિસેમ્બરે તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ યોજાશે. મંત્રી, ધારાસભ્યોના હસ્તે રવિ કૃષિ મહોત્સવ ખુલ્લો મુકાશે. ખેડુતોએ મોટી સંખ્યામાં લાભ લેવા અનુરોધ.

by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Ravi Krishi Mahotsav:  ગુજરાતના ખેડુતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષયે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ યોજનાઓ અંગે માહિતગાર થાય તેવા હેતુ સાથે આગામી તા.૬/૧૨/૨૦૨૪ થી તા.૭/૧૨/૨૦૨૪ દરમિયાન સવારે ૯.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ અને સેવા સેતુ કાર્યક્રમ તમામ તાલુકાઓમાં યોજાશે.  ઓલપાડ તાલુકામાં ઓલપાડ જીન ખાતે, કામરેજ તાલુકાના સેવણી રામજી મંદિર ખાતે, ચોર્યાસીના દામકા ગામના સાંઈ મંદિર ખાતે, માંગરોળના વાંકલ સાંઈ મંદિર, બારડોલીના ખેડુત તાલીમ કેન્દ્ર તેન રોડ ખાતે, પલસાણા તાલુકાના બગુંમરાના માં રેવા સાંસ્કૃતિક ભવન, મહુવાના અસ્મિતા ભવન, બ્રાહ્મણ સમાજની વાડી, ઉમરપાડાના ચિતલદા ખાતે, માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવ મંત્રીઓ, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ-સભ્યોની ઉપસ્થિતિમાં યોજાશે.   

મહોત્સવમાં ( Ravi Krishi Mahotsav ) પ્રથમ દિવસે કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન ( Agricultural Exhibition ) યોજાશે. ખેડતોને પ્રાકૃતિક કૃષિના ( Natural Farming ) એક મોડેલ ફાર્મની મુલાકાતનું આયોજન કરવામાં આવશે. જેનો બહોળી સંખ્યામાં ખેડુતોએ લાભ લેવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો: Indian Navy Day: PM મોદીએ નૌકાદળ દિવસ પર ભારતીય નૌકાદળના વીર જવાનોને પાઠવી શુભેચ્છા, તેમની પ્રશંસા કરતા કહી આ વાત..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More