News Continuous Bureau | Mumbai
Surat: સુરત શહેરમાં મેટ્રોરેલ પ્રોજેકટ ( Metro rail Project ) અન્વયે સરથાણા ડી-માર્ટની સામે મેટ્રો સ્ટેશન ( metro station ) બનાવવાની કામગીરી અન્વયે પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોતે એક જાહેરનામા દ્વારા તા.૨૨/૦૫/૨૦૨૪ થી તા.૩૧/૦૫/૨૦૨૪ સુધી દરરોજ રાત્રિના ૧૧.૦૦ વાગ્યાથી થી સવારના ૫.૦૦ વાગ્યા સુધી સુરત શહેરથી કામરેજ ( Kamrej ) તરફ જતો સીમાડા ઓવર બીજ તથા સરથાણા જકાતનાકાથી બ્રીજની નીચેથી શ્યામધામ મંદિર તરફ જતા રોડ ઉપર વાહન-વ્યવહાર તથા પાર્કિંગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જે માટે વૈકલ્પિક રુટ તરીકે (૧) સુરત શહેરથી કામરેજ તથા ગોપીન ગામ (અબ્રામા) તથા શ્યામધામ મંદિર તરફ જતો તમામ વાહન વ્યવહાર સીમાડા ઓવર બ્રીજની ડાબી બાજુથી નીચેથી સીધા સરથાણા જકાતનાકા સુધી જઈ ડાબી બાજુ વળી સીધા આગળ જઈ મીતુલ ફાર્મ (શિવ પાર્વતી શોપ)થી જમણી બાજુ વળી સીધા આગળ જઈ જલારામ ચોકથી કામરેજ તથા ગોપીન ગામ (અબ્રામા) તરફ જતા વાહનો સીધા આગળ જઇ શકશે તેમજ શ્યામધામ તરફ જતા વાહનો જલારામ ચોકથી જમણી બાજુ વળી શ્યામધામ મંદિર તરફ જઈ શકશે.(૨) સીમાડા કેનાલ ટી-પોઇન્ટથી સીમાડા ચાર રસ્તા થઇ કામરેજ તથા ગોપીન ગામ (અબ્રામાં) તથા શ્યામધામ મંદિર તરફ જતા તમામ વાહનો સીમાડા ચાર રસ્તાથી જમણી બાજુ વળી સીધા આગળ જઇ સરથાણા જકાતનાકાથી ડાબી બાજુ વળી સીધા આગળ જઇ મીતુલ ફાર્મ (શિવ પાર્વતી શોપ)થી જમણી બાજુ વળી સીધા આગળ જઇ જલારામ ચોકથી કામરેજ તથા ગોપીન ગામ (અબ્રામા) તરફ જતા વાહની મીધા આગલ જય શકશે તેમજ શ્યામધામ તરફ જતા વાહનો જલારામ ચોકથી જમણીબાજુ વળી શ્યામધામ મંદિર તરફ જઈ શકશે. (૩) સરથાણા પોલીસ સ્ટેશન તરફથી સરથાણા જકાતનાકા થઇ કામરેજ તથા ગોપીન ગામ (અબ્રામા) તથા શ્યામધામ મંદિર તરફ જતા તમામ વાહની સંથાણા જકાતનાકાથી સીધા આગળ જઇ મીતુલ ફાર્મ (શિવ પાર્વતી શોપ)થી જમણી બાજુ વળી સીધા આગળ જઈ ધારામ ચોકથી કામરેજ તથા ગોપીન ગામ (અબ્રામા) તરફ જતા વાહનો મીયા આગળ જઇ શકો તેમજ શ્યામધામ તરફ જતા વાહનો જલારામ ચોકથી જમણી બાજુ વળી સ્વામપામ મંદિર તરફ જઈ શકશે. (૪) સરથાણા જકાતનાકા પાસે આવેલ તક્ષમિલા બિલ્ડીંગથી અતિથી રેસ્ટોરેન્ટ સુધી રોડ ઉપર લગાવવામાં આવેલ ગ્રીલની અંદરનો ભાગ અવર-જવર કરવા માટે ખુલ્લો રાખવામાં આવશે. તેમજ (૫) અતિથી રેસ્ટોરેન્ટથી શ્યામધામ મંદિર ચાર રસ્તા સુધી સુરતથી કામરેજ તરફ જતા રોડની ડાબી બાજુએ આવેલ સોસાયટીઓ નં. (૧) રાજ હંસ સ્વપ્ના સોસાયટી (૨) સંસ્કાર વિલા સોસાયટી (3) સ્ટાર શૈલેક્ષી (૪) સન સ્ટાર સીટી (૫) ગોપીનાથ સોસાયટી (૬) આશિર્વાદ રો-હાઉસ (૭) કવિતા રી-હાઉસ વિભાગ-૧ (૮) બુરખીયા ધામ રો-હાઉસ સોસાયટીમાં રહેતા રહીશોને મોસાયટીમાં જવા માટે સરથાણા જકાતનાકાથી સીધા આગળ જઈ મીતુલ કાર્મ (શિવ પાર્વતી શોપ)થી જમણી બાજુ વળી તેઓની અલગ-અલગ સોસાયટીમાં પાછળના રસ્તેથી અવર-જવર કરી શકાશે. આ જાહેરનામું ઇમરજન્સી વાહનો જેમ કે, ફાયરબ્રિગેડ, એબ્યુલન્સ, પોલીસના વાહનો તેમજ GJ-02-BS-5169, GJ-02-BS-2283, GJ-02-BS-2295, GJ-02-BS-1740, GJ-02-BS-2356, GJ-02-ZZ-1742, GJ-02-AT-4864, GJ-02-AT-2721, GJ-02-AT-2437 નંબરોના વાહનોને કામગીરી દરમ્યાન લાગુ પડશે નહિ. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે
આ સમાચાર પણ વાંચો: Share Market Crash : જો લોકસભાની ચૂંટણીમાં ભાજપને 270થી ઓછી બેઠકો મળે તો શું શેરબજાર તૂટશે?
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.