Saras Mela 2023 : આર્થિક ઉત્થાન અને આત્મનિર્ભરતા માટે ગ્રામીણ મહિલાઓ માટે પ્રદર્શન-વેચાણ માટેનો ‘સરસ મેળો-૨૦૨૩.’

Saras Mela 2023 : પંજાબના ૩૫ વર્ષીય સીમા રાની જાતે સિલાઈ કરેલા કપડાંના વેચાણ થકી અન્ય ૧૦૦ બહેનોને રોજગારીની તક આપે છે: સરસ મેળા થકી અત્યાર સુધી કરી ૧.૨૦ લાખની કમાણી. ’વેચાણ માટે સુરત દેશભરમાં સૌથી શ્રેષ્ઠ’: ’સરસ મેળા થકી દૈનિક સરેરાશ ૨૦ હજારથી વધુનું વેચાણ થાય છે’: સીમા રાની સિંહ

News Continuous Bureau | Mumbai

Saras Mela 2023ગ્રામીણ મહિલાઓ ( Rural women ) દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજવસ્તુઓનું ( art objects ) પ્રદર્શન-સહ-વેચાણ થાય અને તેમનું આર્થિક ઉત્થાન થાય એ હેતુથી ભારત સરકારના ( Indian Government ) ગ્રામીણ વિકાસ ( Rural Development ) મંત્રાલય, રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન ( Gujarat Livelihood Promotion ) કંપની લિ.ના સંયુક્ત ઉપક્રમે સુરત ( Surat ) શહેરના અડાજણ ખાતે સરસ મેળાનું તા.૭મી નવેમ્બર આયોજન થયું છે. 

Join Our WhatsApp Community

         સરસ મેળામાં વિભિન્ન રાજ્યોમાંથી આવેલી ગ્રામીણ મહિલાઓ હસ્તકલા, હેન્ડલૂમ સહિતની કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ કરે છે. અહીં સ્ટોલ નં-૨૧, ‘માતા સાહિબ કૌર’ની મુલાકાત લેતા જ પંજાબી વસ્ત્રોની ખુબસુરતી જોઈ શકાશે. ચિકનકારી કુર્તા-પ્લાઝો, ફુલકારી દુપટ્ટા, શરારા, અફઘાની સલ્વાર જેવી રૂ. ૬૦૦ થી ૩૦૦૦ સુધીની વિવિધ વેરાયટી કોઈનું પણ મન મોહી લે તેવા છે. પંજાબના પટિયાલાથી આવેલા ૩૫ વર્ષીય સીમા રાની સિંગ વિવિધ મેળાનો લાભ લઈ ચૂક્યા છે. 

'Saras Melo-2023' for exhibition-sale for rural women for economic upliftment and self-reliance

‘Saras Melo-2023’ for exhibition-sale for rural women for economic upliftment and self-reliance

           સુરતમાં વેચાણના અનુભવ વિષે જણાવતા તેમણે કહ્યું કે, સુરત સાથે વ્યવસાયનો આ મારો બીજી અનુભવ છે. વેચાણ માટે આ શહેર દેશભરમાં સૌથી શ્રેષ્ઠ છે. અહીંના લોકો ખૂબ ઉત્સાહી છે. ટેક્સટાઇલ માટે દુનિયાભરમાં જાણીતા સુરતના લોકોને કાપડની પરખ હોવાથી વસ્તુની યોગ્ય કિંમત મળે છે. વિવિધ શહેરોમાં વેચાણ અર્થે જવાનો અનુભવ હોવાથી મને અહીંથી મળતો પ્રતિસાદ ખૂબ ગમે છે. 

આ સમાચાર પણ વાંચો :  Market Wrap : દિવાળી પહેલા જ ભારતીય શેરબજારમાં ધૂમ, સેન્સેક્સ 600 અંક સાથે થયો બંધ.. રોકાણકારોની થઈ ગઈ ચાંદી જ ચાંદી..

           વધુમાં સીમા રાની જણાવે છે કે હું શરૂઆતમાં આજીવિકા અર્થે સિલાઈ કરતી હતી. પછી એક મિત્ર સાથે પ્રથમ વખત પ્રદર્શન મેળામાં ગઈ હતી. અને ત્યાંથી જ મને પ્રદર્શન મેળા થકી મારા સીવેલા કપડાઓનાં વેચાણનો વિચાર આવ્યો. અને મેં નાના પાયે શરૂઆત કરી. જેમાં આજે મારી સાથે અન્ય ૧૦૦ બહેનો જોડાઈને રોજગારી મેળવી છે.આ વર્ષે અત્યાર સુધીમાં તેમનાં જૂથે ૧.૨૦ લાખનો વકરો કર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું. 

‘Saras Melo-2023’ for exhibition-sale for rural women for economic upliftment and self-reliance

           રાજ્ય સરકાર દ્વારા યોજાતા સરસ મેળામાં વિનામૂલ્યે અપાતા સ્ટોલ, ભોજન-નિવાસ તેમજ અવરજવરની સુવિધા માટે સરકારને આભાર વ્યક્ત કરતા સીમા રાનીએ કહ્યું કે,  કેન્દ્ર-રાજ્યના સહયોગથી ચાલતી વિવિધ યોજનાઓથી નાના લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Exit mobile version