Surat: સુરત ઓલપાડ પોલીસ સ્ટેશન દ્વારા આ તારીખે જપ્ત વાહનોની થશે હરાજી, વેપારીઓ અને જાહેર જનતા લઈ શકશે ભાગ..

Surat: ઓલપાડ પોલીસ સ્ટેશન દ્વારા ૧૪ અને ૧૫ ડિસેમ્બરના રોજ જપ્ત વાહનોની જાહેર હરાજી થશે. વાહનોની હરાજીમાં વેપારીઓ/જાહેર જનતા ભાગ લઈ શકશે

by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Surat: ઓલપાડ પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં કબ્જે કરવામાં આવેલા વાહનો/ભંગારની જાહેર હરાજી તા.૧૪ અને ૧૫/૧૨/૨૦૨૪ ના રોજ ૧૦:૦૦ વાગ્યે ઓલપાડ સ્ટેશનમાં યોજાશે.  હરાજીમાં ભાગ લેવા ઇચ્છતા વેપારીઓ/જાહેર જનતાએ હરાજીની તા.૧૪/૧૨/૨૦૨૪ ના રોજ ૦૮:૦૦ વાગ્યે ઓલપાડ પોલીસ સ્ટેશને હાજર રહી જરૂરી ફોર્મ ભરી, ડિપોઝીટ પેટે રૂ.૫૦૦૦૦/- રોકડા, આધાર કાર્ડ, પાન કાર્ડ તથા જી.એસ.ટી. નંબરની વિગતો આપવાની રહેશે. ડિપોઝીટના નાણા રિફંડેબલ છે. 

                 હરાજીની ( Vehicle Auction ) શરતો તથા હરાજીના વાહનોનું નિરીક્ષણ હરાજીની તારીખ પહેલા ઓલપાડ પોલીસ સ્ટેશનમાં આવીને કરી શકાશે. હરાજી મંજૂર કરવી કે નહિ તેનો અબાધિત અધિકાર હરાજી કરનાર કમિટીનો રહેશે એમ ઓલપાડ પોલીસ ( Olpad Police ) સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરની ( Surat Police ) યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો  : Amit Shah Sardar Patel: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જોધપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 11 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યું અનાવરણ, જુઓ ફોટોસ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

You may also like