News Continuous Bureau | Mumbai
Surat Seva Setu Program: ગુજરાત સરકાર દ્રારા નાગરિકોના પ્રશ્નોને હલ કરવા પ્રજાની લાગણી- માગણી- અપેક્ષાઓ પરીપૂર્ણ કરવા માટે દસમા તબકકાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સુરત જિલ્લાના માંગરોળના વાંકલ અને ઉમરપાડા તાલુકાના વાડી ગામે તા. ૫/૧૦/૨૦૨૪ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
માંગરોળની વાંકલ પ્રાથમિક શાળા ખાતે આયોજીત સેવા સેતુમાં ( Gujarat Government ) ઇશનપુર, કંટવાવ, પાતલદેવી, માંડણ, બોરીયા, ઘોડબાર, ઝંખવાવ, સેલારપુર, વડ, ખરેડા, અમરકુઇ, કેવડીકુંડ, વાંકલ, નાંદોલા, બોરીયા, વેરાકુઇ, આમખુટા, નાનીફળી, ઓગણીસા, કંસાલી, સણધરા, આંબાવાડી, ઘોળીકુઇ, ઝરણી, કેવડીકુંડ, રટોટી, લવેટ, ભડકુવા ગામોના લોકો લાભ લઈ શકશે. જયારે ઉમરપાડા તાલુકાના વાડી પ્રથામિક શાળા ખાતે વાડી, નશારપુર, ઉભારીયા, ઉમરઝર, ઝરપણ, વહાર, બલાલબુવ, આમલીદાબડા, પાડા, માંડણ, ઉમરખાડી, ચીતલદા, કડવીદાદરા, રાણીકુંડ ગામનાં ( Surat ) નાગરિકો લાભ મેળવી શકશે.
આ સેવા સેતુ કાર્યક્રમમાં ( Seva Setu Program ) વિભાગવાર આવક/જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ દાખલ, નામ કમી, નામ સુધારો તથા E-KYC ની કામગીરી, આઘારકાર્ડને લગતી કામગીરી, PMJAY માં અરજી, મફત હેલ્થ ચેકઅપ, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજકલ્યાણ, અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ, બસ કન્સેશન પાસ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃધ્ધ-વય વંદના-સંકટ મોચન સહાય યોજના, નવીન વારસાઇ અરજીઓ તથા વિનામૂલ્યે ૭/૧૨,૮-અ ની નકલ, જન્મ-મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંઘણી અને મિલ્કત આકારણીના ઉતારા, પી.એમ.સમ્માનનિધી લાભાર્થીનું E-KYC, ઘરેલુ નવા વીજ જોડાણ, બેંકીંગને લગતી સેવાઓ સહીત જનકલ્યાણકારી એવી ૫૫ જેટલી સેવાઓના ( Public welfare services ) લાભો લેવા નાગરિકોને અનુરોધ કરાયો છે
આ સમાચાર પણ વાંચો : Shyamji Krishna Varma: PM મોદીએ સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર કર્યા યાદ , અર્પણ કરી શ્રદ્ધાંજલિ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.