Surat Seva Setu Program: આવતીકાલે સુરતના આ તાલુકામાં યોજાશે ”સેવા સેતુ કાર્યક્રમ”, ૫૫ જેટલી જનકલ્યાણકારી સેવાઓના લાભ મળશે ઘરઆંગણે.

Surat Seva Setu Program: ૫મીએ માંગરોળના વાંકલ અને ઉમરપાડાના વાડી ગામે યોજાશે ”સેવા સેતુ કાર્યક્રમ” યોજાશે. સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી આસપાસના ૨૧ જેટલા ગામનાં નાગરિકો લાભ લઈ શકશે. આધારકાર્ડ, રેશનકાર્ડમાં સુધારા વધારા સહીત જુદા જુદા ૧૩ વિભાગોની ૫૫ જેટલી સેવાઓ મળશે ઘરઆંગણે લાભ મળશે

Seva Setu Program will be held tomorrow in this taluka of Surat, benefits of 55 public welfare services at their doorstep.

Seva Setu Program will be held tomorrow in this taluka of Surat, benefits of 55 public welfare services at their doorstep.

News Continuous Bureau | Mumbai

Surat Seva Setu Program:  ગુજરાત સરકાર દ્રારા નાગરિકોના પ્રશ્નોને હલ કરવા પ્રજાની લાગણી- માગણી- અપેક્ષાઓ પરીપૂર્ણ કરવા માટે દસમા તબકકાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સુરત જિલ્લાના માંગરોળના વાંકલ અને ઉમરપાડા તાલુકાના વાડી ગામે તા. ૫/૧૦/૨૦૨૪ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.  

Join Our WhatsApp Community

          માંગરોળની વાંકલ પ્રાથમિક શાળા ખાતે આયોજીત સેવા સેતુમાં ( Gujarat Government ) ઇશનપુર, કંટવાવ, પાતલદેવી, માંડણ, બોરીયા, ઘોડબાર, ઝંખવાવ, સેલારપુર, વડ, ખરેડા, અમરકુઇ, કેવડીકુંડ, વાંકલ, નાંદોલા, બોરીયા, વેરાકુઇ, આમખુટા, નાનીફળી, ઓગણીસા, કંસાલી, સણધરા, આંબાવાડી, ઘોળીકુઇ, ઝરણી, કેવડીકુંડ, રટોટી, લવેટ, ભડકુવા ગામોના લોકો લાભ લઈ શકશે. જયારે ઉમરપાડા તાલુકાના વાડી પ્રથામિક શાળા ખાતે વાડી, નશારપુર, ઉભારીયા, ઉમરઝર, ઝરપણ, વહાર, બલાલબુવ, આમલીદાબડા, પાડા, માંડણ, ઉમરખાડી, ચીતલદા, કડવીદાદરા, રાણીકુંડ ગામનાં ( Surat  ) નાગરિકો લાભ મેળવી શકશે.

               આ સેવા સેતુ કાર્યક્રમમાં (  Seva Setu Program ) વિભાગવાર આવક/જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ દાખલ, નામ કમી, નામ સુધારો તથા E-KYC ની કામગીરી, આઘારકાર્ડને લગતી કામગીરી, PMJAY માં અરજી, મફત હેલ્થ ચેકઅપ, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજકલ્યાણ, અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ, બસ કન્સેશન પાસ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃધ્ધ-વય વંદના-સંકટ મોચન સહાય યોજના, નવીન વારસાઇ અરજીઓ તથા વિનામૂલ્યે ૭/૧૨,૮-અ ની નકલ, જન્મ-મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંઘણી અને મિલ્કત આકારણીના ઉતારા, પી.એમ.સમ્માનનિધી લાભાર્થીનું E-KYC, ઘરેલુ નવા વીજ જોડાણ, બેંકીંગને લગતી સેવાઓ સહીત જનકલ્યાણકારી એવી ૫૫ જેટલી સેવાઓના ( Public welfare services ) લાભો લેવા નાગરિકોને અનુરોધ કરાયો છે

આ સમાચાર પણ વાંચો :  Shyamji Krishna Varma: PM મોદીએ સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર કર્યા યાદ , અર્પણ કરી શ્રદ્ધાંજલિ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version