News Continuous Bureau | Mumbai
Surat Seva Setu Program: ગુજરાતના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતઓના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ ( Seva Setu ) ગ્રામ્ય તેમજ મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ શહેરીકક્ષાએ ૧૦માં તબક્કાનું તા.૧૭/૦૯/૨૦૨૪ થી ૩૧/૧૦/૨૦૨૪ દરમિયાન યોજાનાર છે. સેવા સેતુમાં ૫૬ જેટલી સેવાઓને આવરી લેવામાં આવી છે.
આગામી તા.૧૭/૦૯/૨૦૨૪ના રોજ સવારે ૯.૦૦ વાગે સુરત ( Surat ) જિલ્લાના ચોર્યાસી તાલુકાના લાજપોર ગામે, કામરેજના શામપુરા, મહુવાના ઓડચ, પલસાણાના ખરભાસી ગ્રામ પંચાયત ખાતે, માંગરોળના વેલાછા પ્રા.શાળા, માંડવીના માલ્ધાની મુખ્ય શાળા, ઉમરપાડાના કેવડી પ્રા.શાળા, ઓલપાડના કુદિયાણા તથા બારડોલીના આફવા ગામે સેવાના કાર્યક્રમ યોજાશે. જેમાં આસપાસના ગ્રામજનોને બહોળી સંખ્યામાં લાભ લેવાનો ( Seva Setu Services ) અનુરોધ કરવામાં આવ્યો છે.
આ સેવા સેતુમાં આધાર, રાશનકાર્ડ ( Ration card ) નોંધણી સહિતના સુધારા-વધારાઓ, ફી શીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમ્યાન દિવ્યાંગતા પ્રમાણપત્રો, કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના, નમોશ્રી યોજના, આયુષ્યમાન કાર્ડનો લાભ, જન્મ-મરણ તથા લ્ગન નોંધણીના પ્રમાણપત્ર, જનધન યોજના અન્વયે બેંક એકાઉન્ટ ખોલાવવા, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, જાતિ પ્રમાણપત્રો, આવકના દાખલાઓ, નોન ક્રિમીલેયર પ્રમાણપત્રો, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના તથા અન્ય પેન્શન યોજનાઓ ( Pension Scheme ) , બસ કન્સેશન પાસ – દિવ્યાંગ માટે જેવી ૫૫ યોજનાઓનો લાભ એકજ સ્થળે મળશે. કેમ્પ સવારે ૯.૦૦ વાગે શરૂ થશે. સવારે ૯.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા દરમિયાન અરજદારો પાસેથી રજુઆતો અને પુરાવા મેળવાશે. ત્યારબાદ ૩.૦૦ થી ૫.૦૦ કલાક દરમ્યાન અરજદારોને તેમણે કરેલ રજૂઆતોના આખરી નિકાલ કરવામાં આવશે. જ્યાં પ્રમાણપત્ર ( Digital Seva Setu ) સ્વરૂપે સેવા આપવાની થતી હોય ત્યાં હાથોહાથ સેવાની સુપ્રદગી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : PM Surya Ghar Muft Bijli Yojana: પી.એમ. સૂર્યઘર વીજળી યોજના હજારો સુરતીઓ માટે બની આશીર્વાદરૂપ, સુરતમાં આટલા ઘરોમાં સોલાર પેનલો કરવામાં આવી ઈન્સ્ટોલ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.