News Continuous Bureau | Mumbai
- રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ અંતર્ગત કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ગ્રામજનોને માર્ગદર્શન અપાયું
Social Audit: સામાજિક ઓડિટ નિયામક અને ગ્રામ વિકાસ કમિશનર-ગાંધીનગરના માર્ગદર્શનમાં નાણાકીય વર્ષના દર ૬ મહિને યોજાતા સામાજિક ઓડિટ અંતર્ગત ચોર્યાસી તાલુકાના સામરોદ ગ્રામપંચાયત ખાતે જિલ્લા સામાજિક ઓડિટર પારૂલ વાણીયાની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ અંતર્ગત કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ગ્રામજનોને માર્ગદર્શન અપાયું હતું.
આ સમાચાર પણ વાંચો: Road Accident Treatment: મહારાષ્ટ્રના રોડ અકસ્માતમાં ઘવાયેલા ભરતસિંહના મફતમાં થઇ સારવાર, નવી સિવિલમાં વિના ઓપરેશન સ્વસ્થ થયા..
Social Audit: સામાજિક ઓડિટર દીપક જાયસવાલે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો મળતા લાભ અંગે પૃચ્છા કરી કામોની ભૌતિક ચકાસણી-સ્થળ તપાસ કરી હતી. ગ્રામસભા અને સામાજિક ઓડિટનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામજનો એમના હકો અને લાભોથી વંચિત ન રહે, સમયસર લાભો મળે જેથી ગ્રામ વિકાસ સાથે જિલ્લા-રાજ્યના વિકાસમાં ગતિ આવે એ છે એમ સામાજિક ઓડિટર પારૂલ વાણીયાએ કહ્યું હતું. સરપંચ સુલેમાન સુરતીએ ગામના પ્રશ્નોનો નિકાલ અંગે વિગતો આપી હતી. આ તકે તલાટી લકી શર્મા, પોસ્ટ ઓફિસના કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed