News Continuous Bureau | Mumbai
Surat Tobacco Youth Campaign 2.0: રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમે કામરેજ ખાતે તમાકુ વિક્રેતાઓ દ્વારા બિનઅધિક્રુત રીતે તમાકુ વેચાણ કરનારા વેપારીઓ અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓને સ્થળ પર જ દંડની કામગીરી કરી રૂ.૩,૬૦૦ દંડ વસુલ કર્યો હતો.

Squad team’s ‘Tobacco Youth Campaign 2.0’ campaign in Surat fines merchants selling tobacco illegally
મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના ( Tobacco Control Programme ) નોડલ ઑફિસર ડૉ. અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ તમાકુ વિરોધિ ઝુંબેશ હાથ ધરી “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડ્ક્ટ એક્ટ- ૨૦૦૩” એક્ટના સઘન અમલીકરણના ભાગરૂપે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

Squad team’s ‘Tobacco Youth Campaign 2.0’ campaign in Surat fines merchants selling tobacco illegally
આ સમાચાર પણ વાંચો : PM Modi Varanasi: PM મોદીએ વારાણસીમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનો કર્યો શિલાન્યાસ કર્યો, આ હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન.
જિલ્લા ( Surat ) કક્ષાની સ્ક્વૉડ ટીમ એપિડેમીક મેડિકલ ઑફિસર ડૉ. કૌશિક મહેતા, રાષ્ટ્રીય તમાકૂ નિયંત્રણ કાર્યક્રમના ( Surat Tobacco Youth Campaign 2.0 ) કાઉન્સેલર કિર્તીરાજ સોલંકી. સોસીયલ વર્કર મુકેશભાઈ શ્રીવાસ્તવ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર જીગ્નેશભાઈ અને પી.આઇ એ.ડી. ચાવડા પોલિસના વિભાગના સહકારથી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન તમાકુ વેચાણ કરતા વેપારીઓને સ્ક્વૉડ ટીમ દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું અને નિયમોનુસાર તમાકુ વેચાણ કરતી દુકાનો પર લગાવાના નિયત માપ પ્રમાણે સુચના બૉર્ડ લગાવવાની સુચનાઓ આપવામાં આવી હતી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.