Cloth Bag Vending Machine: સુરતમાં પર્યાવરણને પ્લાસ્ટિકના નુકસાનથી બચાવવા લેવાયા મહત્વપૂર્ણ પગલાં, આ બજારમાં પ્લાસ્ટિકની થેલી બદલે કાપડની થેલી આપવાની નવતર પહેલ

Cloth Bag Vending Machine: સ્વચ્છતા હી સેવા: ઓલપાડ બજારમાં પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ધટાડવાની સાથે કાપડની થેલીને પ્રોત્સાહન આપવાની નવતર પહેલ. ગ્રાહકોને પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ ન કરવાની અપીલ કરી કાપડની થેલીનો ઉપયોગ કરવાનું પ્રોત્સાહન આપી રહ્યા છીએઃશાકભાજીનું વેચાણ કરતાં મનીષાબેન પટેલ

News Continuous Bureau | Mumbai 

Cloth Bag Vending Machine: સરકારના ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનના અંતર્ગત ઓલપાડમાં પ્લાસ્ટિકના વધતા ઉપયોગને રોકવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે. આ અભિયાન હેઠળ ઓલપાડ માર્કેટમાં પ્લાસ્ટિક થેલીઓના સ્થાને કાપડની થેલીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વિશેષ વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યું હતું. ગ્રાહકો દશ રૂપિયાનો સિક્કો નાખીને કાપડની થેલી મેળવી શકે છે.   

Join Our WhatsApp Community
steps taken to protect environment from plastic in Surat, new initiative to provide cloth bags instead of plastic bags in this market

steps taken to protect environment from plastic in Surat, new initiative to provide cloth bags instead of plastic bags in this market

          પર્યાવરણને પ્લાસ્ટિકના ( Plastic Bag ) નુકસાનથી બચાવવા અને સ્વચ્છતા તરફ પગલું ભરવાના હેતુ સાથે ઓલપાડ માર્કેટમાં શાકભાજીનું વેચાણ કરતાં મનીષાબેન જગદીશભાઈ પટેલે આ પહેલ અંગે જણાવ્યું કે,”મોટાભાગના ગ્રાહકો પહેલાં પ્લાસ્ટિકની થેલી માંગતા હતા,પરંતુ હવે લોકો કાપડની થેલી તરફ વળવા લાગ્યા છે. જો કોઈ ગ્રાહક પોતાની થેલી લાવવાનું ભૂલી જાય તો તે વેન્ડીંગ મશીનથી કાપડની થેલી ( Cloth Bag ) મેળવી શકશે, જેનાથી પ્લાસ્ટિકના ઉપયોગમાં ચોક્કસ ઘટાડો થશે. ‘સ્વચ્છતા હી સેવા’ ( Swachhata Hi Seva ) ઝુંબેશ અંતર્ગત આ પહેલથી સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકો બંનેમાં પ્લાસ્ટિકમુક્ત અભિયાનની સમજણ વધશે.

steps taken to protect environment from plastic in Surat, new initiative to provide cloth bags instead of plastic bags in this market

           મનીષાબેને વધુમાં કહ્યું, અમે તમામ ગ્રાહકોને પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ ન કરવાની અપીલ કરી રહ્યા છીએ અને કાપડની થેલીનો ( Cloth Bag Vending Machine )  ઉપયોગ કરવાનું પ્રોત્સાહન આપી રહ્યા છીએ.આ ઝુંબેશ અને વેલ્ડિંગ મશીનની સ્થાપનાથી ઓલપાડ અને આસપાસના વિસ્તારોને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે એક સકારાત્મક પ્રેરણા મળી છે, જેનાથી લોકોને પર્યાવરણ સંરક્ષણમાં ( Environmental protection ) સહભાગી થવાની તક મળી રહી છે. 

steps taken to protect environment from plastic in Surat, new initiative to provide cloth bags instead of plastic bags in this market

આ સમાચાર પણ વાંચો :  Shardiya Navratri 2024 : આજે નવલી નવરાત્રીનું ત્રીજું નોરતું, આજના પાવન દિવસે ઘરે બેઠા કરો ઊંઝામાં બિરાજમાન ઉમિયા માતાના લાઈવ દર્શન..

           ઓલપાડ માર્કેટમાં ( Olpad )  થયેલી આ પહેલ ‘સ્વચ્છ ભારત’ અભિયાન માટે મહત્વનું પગલું છે. આ સાથે કાપડની થેલીઓ દ્વારા પર્યાવરણને બચાવવા લોકોમાં જાગૃતિ પણ ફેલાશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Exit mobile version