Surat : સુરતમાં રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી, આટલા ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા RTOમાં કરવામાં આવ્યો રિપોર્ટ

Surat : સુરત ટ્રાફિક શાખા દ્વારા છેલ્લા અઢી મહિનામાં રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી. સુરત શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી ૪૦૫૯ લાયસન્સ રદ કરવા માટે આરટીઓમાં રીપોર્ટ કરવામાં આવ્યો.

by Hiral Meria
Strict action against those driving wrong side vehicles in Surat, report made in RTO to suspend license of drivers

News Continuous Bureau | Mumbai

Surat :  સુરત પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ટ્રાફીક શાખા દ્વારા રોંગ સાઈડમાં વાહન ન ચલાવવા જાગૃત કરવામાં આવ્યા હતા. સમગ્ર સુરત શહેરમાં જુદી જુદી ૮૦ ટીમો બનાવી દરેક રિજન સર્કલ અને સેમી સર્કલ તરફથી જે વાહનો રોંગ સાઈડમાં ( Wrong Side Driving ) ચલાવે છે, તેવા તા.૧૫મી જુનથી તા.૬ઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન ૧૭,૧૬૭ વાહન ચાલકોને સમજાવવામાં આવ્યા હતા. જયારે ૪૦૫૯ રોંગ સાઈડમાં વાહન ચલાવનારા ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ ( License Suspend ) કરવા માટે આરટીઓમાં રિપોર્ટ ( RTO ) કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ રોંગ સાઈડથી જે પણ અકસ્માતો થાય છે તેવા અકસ્માતોમાં રોકવા માટે સુરત શહેર ટ્રાફીક શાખા દ્વારા આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જો કોઈ પણ વાહન ચાલક અવારનવાર રોંગ સાઈડ પર જશે તો તેઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.

પરંતુ સુરત શહેર ટ્રાફિક શાખા ( Surat Traffic Branch ) તે અકસ્માત ઘટાડવાના ભાગરૂપે રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોને સૌપ્રથમ જાગૃત કરવામાં આવશે અને ત્યારબાદ જો અવારનવાર કોઈ વાહન ચાલક રોંગ સાઈડ પોતાનું વાહન ચલાવશે તો તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Gujarat Green Energy : ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાત અગ્રેસર, સોલાર રૂફટોપ સ્થાપિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા આટલા કરોડની કરાઈ જોગવાઈ કરાઈ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More