News Continuous Bureau | Mumbai
Surat: મહારાષ્ટ્રના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ શ્રી વિકાસ ચંદ્ર રસ્તોગીની ( Vikas Chandra Rastogi ) અધ્યક્ષતામાં પીપલોદ સ્થિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી- SVNIT ખાતે ખેતીને ડિજિટાઇઝ કરવાની પરિવર્તનકારી સંભવિતતા પર તજજ્ઞ વક્તાઓનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૃષિક્ષેત્રના ભાવિ તેમજ કૃષિમાં ડિજિટલ ક્રાંતિ વિશે મહત્વપૂર્ણ સમજ આપી હતી.
આ કાર્યક્રમમાં સચિવશ્રીએ કૃષિ ક્ષેત્રના ( agriculture ) વધુ ટકાઉ અને કાર્યક્ષમ વિકાસ માટે ટેકનોલોજીની ભૂમિકા પર ભાર મૂકતા કહ્યું હતું કે, ડિજિટલ ( Digitization ) સાધનો અને નવીનતાઓ કૃષિક્ષેત્રના વિવિધ પડકારોને પહોંચી વળવાની ક્ષમતા ધરાવે છે, જે ભવિષ્યમાં કૃષિ પદ્ધતિઓમાં નોંધપાત્ર પ્રગતિ સાધી શકે છે.

Surat: A dialogue program on ‘Digitization in Agriculture’ was held at SVNIT, Piplod
વધુમાં શ્રી રસ્તોગીએ કહ્યું કે, ખેતીની ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા વધારવામાં ડિજિટલ સોલ્યુશન્સની ભૂમિકા અગત્યની છે. કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ અને નવીનીકરણના કારણે ખેડૂતોને ( farmers ) આવનારા પડકારોનો સામનો કરવામાં આગવી મદદ મળશે.

Surat: A dialogue program on ‘Digitization in Agriculture’ was held at SVNIT, Piplod
આ સમાચાર પણ વાંચો: Char Dham Yatra: ચાર ધામ યાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ, 10 દિવસમાં રેકોર્ડ પાર યાત્રાળુઓએ મુલાકાત લીધી..
આ પ્રસંગે SVNITના ડાયરેક્ટર પ્રો. અનુપમ શુક્લાએ શ્રી રસ્તોગી દ્વારા અપાયેલા જ્ઞાન અને વિચારોને અનુસરવા અને સંબંધિત ક્ષેત્રોમાં તેનો અમલ કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.