Site icon

Surat Building Collapse: સુરતમાં 6 માળની ઇમારત ધરાશાયી થતાં મોટો અકસ્માત, 7ના મોત, અનેક ઘાયલ.. જાણો વિગતે..

Surat Building Collapse: આ બિલ્ડિંગ ખૂબ જર્જરિત થઈ ગઈ છે અને પ્રશાસને તેને ખાલી કરવા માટે નોટિસ પણ આપી હતી, પરંતુ ત્યારે લોકો તેમાં રહેતા હતા. આ બાદ અહીં દુર્ઘટના થઈ હતી..

Surat Building Collapse 6 storied building collapsed in Surat, major accident, 7 dead, many injured.. Know details..

Surat Building Collapse 6 storied building collapsed in Surat, major accident, 7 dead, many injured.. Know details..

 News Continuous Bureau | Mumbai

Surat Building Collapse: સુરતમાં સતત વરસાદ વચ્ચે 6 માળની ઈમારત ધરાશાયી થતાં મોટો અકસ્માત સર્જાયો હતો. સુરતના સચિન પાલી વિસ્તારમાં 6 માળની ઈમારત ધરાશાયી થતા તૂટી પડી હતી. તે એક જર્જરિત ઇમારત હતી. બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે 7 લોકોના મોત થયા હતા. અનેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બિલ્ડીંગ ( Surat Building Collapse ) સ્લમ બોર્ડની હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય હજુ ચાલી રહ્યું છે.  

Join Our WhatsApp Community

આ ઘટનામાં આખી રાત સર્ચ ઓપરેશન  ( Search operation ) ચાલુ રહ્યું હતું. જેમાં સાત મૃતદેહ મળી આવ્યા હતા. ઈમારત ધરાશાયી થયા બાદ તરત જ એક મહિલાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી, આ ઘટના બપોરે લગભગ 2.45 કલાકે બની હતી.

Surat Building Collapse: અહીં પાંચ જેટલા ફ્લેટમાં લોકો રહેતા હતા…

અહીં પાંચ જેટલા ફ્લેટમાં લોકો રહેતા હતા. આમાંના મોટાભાગના લોકો આ વિસ્તારમાં ફેક્ટરીઓમાં કામ કરતા હતા. જ્યારે રેસ્ક્યુ ઓપરેશન શરૂ થયું ત્યારે ફસાયેલા લોકોની ચીસો સાંભળાતી હતી. આ બાદ કાટમાળમાંથી એક મહિલાને બહાર કાઢી અને તેને હોસ્પિટલ મોકલી દેવામાં આવી હતી. બાદમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી આખી રાત કામગીરી કરતા વધુ છ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Office Space Demand: ઓફિસ સ્પેસની માંગમાં 35%નો વધારો થયો છે, આ મેટ્રો શહેરોમાં બિઝનેસ એક્ટિવિટી વધવાને કારણે માંગમાં આવ્યો જોરદાર વધારો.

આ ઈમારત 2017-18માં બની હતી અને 6 વર્ષમાં જ જર્જરિત થઈ ગઈ હતી. સુરત મહાપાલિકાએ ( Surat Municipality ) અહીં તમામ મકાન માલિકને તેમનું મકાન ખાલી કરવાનો આદેશ કર્યો હતો. તેમજ વહીવટીતંત્રે તેને ખાલી કરવા માટે નોટીસ પણ આપી હતી. તેથી બિલ્ડીંગમાં રહેતા મોટાભાગના પરિવારોએ અહીં  મકાન ખાલી કરી દીધું હતું. પરંતુ ત્યારબાદ પણ પાંચથી છ પરિવારના લોકો તેમાં રહેતા હતા. અકસ્માત ( Surat Building accident ) બાદ સ્થાનિક લોકો કેટલાક ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ પોલીસ અને અન્ય ટીમો બચાવ અહીં  કામગીરી કરી રહી છે.

Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
Exit mobile version