Site icon News Continuous Bureau | Mumbai

Bill Gates Jeffrey Epstein Connection: ગેટ્સ ફાઉન્ડેશન પર સંકટના વાદળો? જેફ્રી એપસ્ટીન વિવાદમાં બિલ ગેટ્સે સ્વીકારી પોતાની ભૂલ; જાણો શું છે આખો મામલો

માઈક્રોસોફ્ટના સહ-સ્થાપકે ટાઉન હોલ પ્રોગ્રામમાં કર્મચારીઓ સમક્ષ વ્યક્ત કર્યો પસ્તાવો; રશિયન મહિલાઓ અને વાયરલ તસવીરો મામલે પણ આપી સ્પષ્ટતા.

Bill Gates Jeffrey Epstein Connection ગેટ્સ ફાઉન્ડેશન પર સંકટના વાદળો જેફ્રી એપસ્ટીન

Bill Gates Jeffrey Epstein Connection ગેટ્સ ફાઉન્ડેશન પર સંકટના વાદળો જેફ્રી એપસ્ટીન

News Continuous Bureau | Mumbai
Bill Gates Jeffrey Epstein Connection વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ અને પરોપકારી બિલ ગેટ્સે દિવંગત ફાઈનાન્સર અને યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન સાથેના પોતાના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. ગેટ્સ ફાઉન્ડેશનના એક ટાઉન હોલ કાર્યક્રમમાં કર્મચારીઓને સંબોધતા તેમણે સ્વીકાર્યું હતું કે એપસ્ટીન સાથે મુલાકાત કરવી એ તેમની “ખૂબ મોટી ભૂલ” હતી. બિલ ગેટ્સે આ મામલે ખુલીને વાત કરી અને પોતાના નિર્ણયોની જવાબદારી સ્વીકારી છે. મીડિયા રિપોર્ટ મુજબ, બિલ ગેટ્સે કર્મચારીઓને કહ્યું કે એપસ્ટીન સાથે સમય પસાર કરવો અને ફાઉન્ડેશનના અધિકારીઓને પણ તે બેઠકોમાં સામેલ કરવા એ ખોટો નિર્ણય હતો. ગેટ્સે ભાવુક થઈને કહ્યું કે, “મારી ભૂલને કારણે જે લોકોને આ વિવાદમાં ખેંચવામાં આવ્યા છે, તેમની હું માફી માંગુ છું.” તેમણે સ્પષ્ટ કર્યું કે એપસ્ટીનની સજા પૂરી થયા પછી પણ થયેલી મુલાકાતો માત્ર પરોપકારી કાર્યોના વિસ્તાર માટે હતી.

વાયરલ તસવીરો અને મહિલાઓ સાથેના સંબંધો પર સ્પષ્ટતા

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા જારી કરાયેલા દસ્તાવેજોમાં કેટલીક તસવીરો સામે આવી હતી જેમાં ગેટ્સ કેટલીક મહિલાઓ સાથે જોવા મળ્યા હતા. આ અંગે ગેટ્સે સ્પષ્ટતા કરી કે આ તસવીરો એપસ્ટીનની સહાયક મહિલાઓ સાથેની બેઠક બાદ લેવામાં આવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “મેં ક્યારેય એપસ્ટીનની પીડિત મહિલાઓ સાથે સમય વિતાવ્યો નથી અને મેં કશું જ ગેરકાનૂની કામ કર્યું નથી કે થતા જોયું નથી.”

Join Our WhatsApp Channel

ગેટ્સ ફાઉન્ડેશનનું સત્તાવાર વલણ

બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના પ્રવક્તાએ જણાવ્યું કે આ ટાઉન હોલ અગાઉથી નક્કી હતો, જેમાં ગેટ્સે એપસ્ટીન ફાઈલો સહિતના અનેક મુદ્દાઓ પર સવાલોના જવાબ આપ્યા હતા. ફાઉન્ડેશને ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે તેમણે ક્યારેય એપસ્ટીનને કોઈ આર્થિક ચુકવણી કરી નથી કે તેને કોઈ હોદ્દા પર નિયુક્ત કર્યો નથી. આ મામલે ફાઉન્ડેશન હવે વધુ કોઈ ટિપ્પણી કરવા માંગતું નથી.

આ સમાચાર પણ વાંચો : Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.

ભારતની AI સમિટ અને ફાઉન્ડેશનનું ભવિષ્ય

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે ભારતમાં આયોજિત ‘AI ઇમ્પેક્ટ સમિટ’ માં બિલ ગેટ્સ મુખ્ય ભાષણ આપવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેમણે પોતાનો કાર્યક્રમ રદ કર્યો હતો. જોકે, આ નિર્ણયને એપસ્ટીન વિવાદ સાથે સત્તાવાર રીતે જોડવામાં આવ્યો નથી. બીજી તરફ, ગેટ્સે જાહેરાત કરી છે કે તેઓ ૩૧ ડિસેમ્બર ૨૦૪૫ ના રોજ ફાઉન્ડેશનને કાયમી ધોરણે બંધ કરી દેશે અને તે માટે વર્ષ ૨૦૨૬ માટે ૯ અબજ ડોલરનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.

Trump ultimatum to Iran યુદ્ધ રોકવા માટે આ છેલ્લી તક, નહીંતર વિનાશ નક્કી! અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાનને કડક અલ્ટિમેટમ
US consults global experts ઈરાન સામે હવાઈ હુમલા નિષ્ફળ જતાં અમેરિકાએ વૈશ્વિક નિષ્ણાતો પાસે મદદ માંગી, પેન્ટાગોન શોધી રહ્યું છે યુદ્ધ જીતવાના નવા રસ્તા
US Iran Talks Conflicting Signals Strait of Hormuz શાંતિ વાટાઘાટોની ચર્ચા વચ્ચે હોર્મુઝમાં ફરી જહાજ પર હુમલો, અમેરિકાઈરાનના વિરોધાભાસી દાવાથી વધ્યો તણાવ
Trump Cancels Iran Attack ‘ટ્રમ્પ પર કોણ વિશ્વાસ કરે?’ ઇઝરાયલ જોતું રહી ગયું અને ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એલાન કરી દીધું—’હવે હુમલો નહીં થાય!’
Exit mobile version