News Continuous Bureau | Mumbai
Surat: સુરત શહેર ટ્રાફીક શાખા દ્વારા રોંગ સાઈડમાં ( Wrong side driving ) વાહન ચલાવનારા ચાલકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સુરત શહેરમાં કુલ ૮૦ ટીમો બનાવી દરેક રિજન સર્કલ અને સેમી સર્કલ તરફથી રોંગ સાઈડ તાઃ૧૫મી જુનથી ૨૨મી જુન આઠ દિવસ દરમિયાન ૧૭૨૧ વાહન ચાલકોને સમજાવવામાં આવ્યા હતા. જયારે ૪૮૩ રોંગ સાઈડમાં વાહન ચલાવનારા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ ( License suspension ) કરવા માટે આરટીઓમાં ( Surat RTO ) રિપોર્ટ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ રોંગ સાઈડ થી જે પણ અકસ્માતો થાય છે તે અકસ્માતોમાં ઘટાડો કરવા માટે સુરત શહેર ટ્રાફીક શાખા દ્વારા પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જો કોઈ પણ વાહન ચાલક અવારનવાર રોંગ સાઈડ પર જશે તો તેઓના લાયસન્સ સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવશે.
પરંતુ સુરત શહેર ટ્રાફિક શાખા તે અકસ્માત ( Road Accidents ) ઘટાડા કરવાના ભાગરૂપે રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોને સૌપ્રથમ જાગૃત કરવામાં આવશે અને ત્યારબાદ જો અવારનવાર કોઈ વાહન ચાલક રોંગ સાઈડ પોતાનું વાહન ચલાવશે તો તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
આ સમાચાર પણ વાંચો: Maharashtra: બુલઢાણામાં ASI ખોદકામ દરમિયાન મળી આવી શેષશાયી વિષ્ણુની વિશાળ પ્રતિમા.. જાણો શું છે તેની વિશેષતા
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.