News Continuous Bureau | Mumbai
Surat : ભારતીય હવામાન વિભાગ ( IMD ) દ્વારા વિકસિત “MAUSAM APP”, “DAMINI APP”, “MEGDOOT AGRO APP” અને “PUBLIC OBSERVATION APP” જેવી હવામાન ચેતવણી એપ્લિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
ભારત સરકારના હવામાન વિભાગ ( IMD ) તેમજ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા સરકારની MOUSAM મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જે એપ્લિકેશન દ્વારા લોકો હવામાનની આગાહીઓ, રડાર છબીઓને વિગેરે મેળવી શકે છે. આગામી હવામાનની ઘટનાઓ વિશે સક્રિયપણે ચેતવણી મળી શકશે. મૌસમ મોબાઇલ એપ્લિકેશનમાં પાંચ સેવાઓ છે. વર્તમાન હવામાન – ૨૦૦ શહેરો માટે વર્તમાન તાપમાન, ભેજ, પવનની ગતિ અને દિશા દિવસમાં આઠ વખત અપડેટ કરવામાં આવે છે. સૂર્યોદય/સૂર્યાસ્ત અને ચંદ્રોદય/ ચંદ્રાસ્ત વિશે પણ માહિતી આપવામાં આવી છે.
Surat : દામિની એપ
“DAMINI APP” આકાશમાં તોળાઇ રહેલી આપત્તિ વીજળીની પ્રવૃત્તિ વિશે અગાઉથી માહિતી મેળવવામાં મદદ કરે છે. આ એપ વર્તમાન લાઈટનિંગ સ્ટ્રાઈકનું ચોક્કસ સ્થાન, ૪૦ ચો.કિ.મી.ના વિસ્તારની આસપાસ તોળાઈ રહેલી વીજળીના સંભવિત સ્થાનો અને વાવાઝોડાની હિલચાલ અને તેની દિશા અંગેની માહિતી આપે છે.
Surat : મેઘદૂત એગ્રો એપ:
ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલી “MEGDOOT AGRO APP” જે ખેડુતોને હવામાનની માહિતીના આધારે પાકની સલાહ તેમજ અન્ય મહત્વપુર્ણ માહિતી પોતાની સ્થાનિક ભાષામાં જ પુરી પાડે છે. એગ્રો મેટ ફિલ્ડ યુનિટ્સ (એએમએફયુ) દ્વારા દર મંગળવાર અને શુક્રવારે ભૂતકાળ અને આગાહી હવામાન ( IMD forecast ) માહિતીના આધારે પાક અને પશુધન વ્યવસ્થાપન અંગે જિલ્લાવાર સલાહ આપે છે. તે ખેડૂતોને પાકની વાવણી, જંતુનાશક અને ખાતરનો ઉપયોગ, સિંચાઈના સમયપત્રક અને પ્રાણીઓના રસીકરણ જેવા હવામાન-સંવેદનશીલ નિર્ણયો લેવામાં મદદ કરશે. વર્તમાન હવામાનની માહિતી, વરસાદ, તાપમાન, ભેજને લગતા પાંચ દિવસના ભૂતકાળ અને આગાહી હવામાન માહિતી મળી રહે છે. પવનની ગતિ અને દિશા, જે કૃષિ કામગીરીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
આ સમાચાર પણ વાંચો: LIC Premium: એપ્રિલમાં LICના પ્રીમિયમ કલેક્શન જોરદાર ઉછાળા સાથે રૂ. 12,384 કરોડને પાર, LIC એ તેના 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો..
Surat : પબ્લિક ઓબ્ઝર્વેશન એપ:
લોકેશન વાઇસ હવામાનની જાણકારી માટે “PUBLIC OBSERVATION APP” બનાવવામાં આવેલી છે. આ એપ્લિકેશનમાં યુઝર્સ પોતાનો અભિપ્રાય પણ શેર કરી શકે છે.
ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા વિકસાવવવામાં આવેલી આ મહત્વપૂર્ણ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો અનુરોધ સુરત જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.