Site icon

Surat: સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા હીટવેવ દરમિયાન રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

Surat: શરીરમાં પાણીની માત્રા ન ઘટે એ માટે પૂરતું પાણી પીવું: ઉચ્ચ પ્રોટીન, મીઠું, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળો

Surat District Disaster Management Center released guidelines on taking protection during heatwave

Surat District Disaster Management Center released guidelines on taking protection during heatwave

 News Continuous Bureau | Mumbai 

Surat:  જિલ્લામાં વર્તમાન દિવસોમાં હીટવેવની અસર જોતા હીટવેવ  ( Heatwave ) દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શિકા ( guidelines ) જાહેર કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

Surat: હીટવેવ દરમિયાન શું કરવું જોઈએ? 

(1) પુરતું પાણી પીઓ : તરસ ના લાગે તો પણ, તમારી જાતને હાઇડ્રેટ રાખવા માટે ઓ.આર.એસ., ઘરે બનાવેલા શુદ્ધ પીણાં જેવા કે લસ્સી, તોરાની (ચોખ્ખું પાણી), લીંબુપાણી, છાશ વગેરનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. જે શરીરને ફરીથી હાયડ્રેટ કરવામાં મદદ કરે છે.

(૨) બને તેટલું ઘરની અંદર રહો.

  (3) હળવા, હળવા રંગના, ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ.

(4) તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, શુઝ કે ચપ્પલનો ઉપયોગ કરવો. તમારા માથાને ઢાંકવા માટે કાપડ, ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો.

(5) પ્રાથમિક સારવારની તાલીમ મેળવો, વૃદ્ધો, બાળકો, બીમાર અથવા વધુ વજન વાળા લોકો માટે વિશેષ કાળજી લો, કારણકે તેઓ વધુ પડતી ગરમીનો શિકાર બને છે    

આ સમાચાર પણ વાંચો :  Michael Slater: આ પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર થયો જેલ ભેગો; કોર્ટે ફગાવી જમીન અરજી; જાણો વિગતે

હીટવેવ દરમિયાન શું ના કરવું જોઈએ?

(1) તડકામાં બહાર જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને બપોરના 12:00 કલાકથી 03:00 કલાકની વચ્ચે બહાર ના નીકળવું જોઈએ.

(2) પીક અવર્સ દરમિયાન રસોઈ કરવાનું ટાળો. રસોડામાં પૂરતા પ્રમાણમાં હવાની અવર-જવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ.

(૩) આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોરેટેડ સોફ્ટ ડ્રીંકસ પીવાનું ટાળવું જોઈએ. આ પ્રકારના પીણાં શરીરને ડિહાયડ્રેટ કરે છે.

(4) ઉચ્ચ પ્રોટીન, મીઠું, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળો. વાસી ખોરાક ન ખાવો. 

(5) બાળકો અથવા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડશો નહીં.

(6) અગ્નિથી પ્રકાશિત બલ્બનો ઉપયોગ કરવાનું ટાળો જે બિન જરૂરી ગરમી પેદા કરી શકે છે, જેમ કે કમ્પ્યુટર અથવા ઉપકરણો. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version