News Continuous Bureau | Mumbai
Surat district: સુરત જિલ્લામાં જાહેર સલામતી અને શાંતિ જળવાય રહે એ ઉદ્દેશથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામા સમગ્ર સુરત જિલ્લા (પોલીસ કમિશનરની હદ સિવાય)ની હૂકુમત હેઠળના વિસ્તારમાં આવેલા મકાન, હોટલ, લોજ, બોર્ડીગ કે ગેસ્ટ હાઉસોમાં બહારના રાજય કે દેશ બહારથી આવતા વિદેશીઓને માલિકો ભાડેથી આપે ત્યારે તેની જાણ ૨૪ કલાકમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવી. હોટલમાં આવનારા વિદેશી નાગરિકોના પાસપોર્ટ, વીઝા, ફોન નંબર અને ભારતમાં આવ્યા અંગેની ડીટેઈલ કોપી લેવી. વિદેશી નાગરિક તરીકે નોધણી કરાવેલ હોય તો રેસિડેન્શિયલ પરમીટની કોપી મેળવીને રેકર્ડમાં રાખવી. વિદેશી વિઝીટરનું બુકીગ કરાવનારના નામ, સરનામા, ટેલીફોન સહિતના નક્કર પુરાવા મેળવવા. સુરત જિલ્લામાં કઇ જગ્યાએ કયા કામ માટે કોને કોને મળવાના છે? કેટલો સમય રોકાવાના છે? તેની સંપૂર્ણ વિગત મેળવવી.
આ સમાચાર પણ વાંચો: Gujarat Government: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ત્વરિત અને પારદર્શી નિર્ણાયક્તાનો અભિગમ, આટલા કરોડના વિકાસ કામોની એક જ દિવસમાં મળી મંજૂરી
Surat district; કોઇ પણ મુસાફરની શંકાસ્પદ હિલચાલ જણાયેથી તાત્કાલિક પોલીસને જાણ કરવી. માલિકોએ સી. સી. ટી. વી કેમેરાની વ્યવસ્થા રાખવી અને તેનું રેકોર્ડીગના બેકઅપ ત્રણ માસ સુધી રાખવાના રહેશે. આવા ગેસ્ટ હાઉસમાં રોકાણ માટે આવતા મુસાફરો જે વાહનમાં આવે તે વાહનનો પ્રકાર, રજીસ્ટ્રેશન નંબર, રજીસ્ટરમાં નોધવાનો રહેશે. જે પબ્લીક ટ્રાન્સપોર્ટમાં આવેલ હોય તો તે મુજબ તથા તેના મોબાઈલ નંબર રજીસ્ટરમાં નોધ કરવાની રહેશે. હોટલના માલિકોએ રજીસ્ટરમાં એન્ટ્રી કરવાની સાથે રિસેપ્શન પર ઈન્ટરનેટ કનેક્ટિવિટીનું કમ્પ્યુટર રાખી પથિક સોફટવેરમાં એન્ટ્રી કરવાની રહેશે. આ જાહેરનામું તા.૧૫/૦૪/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed