Site icon News Continuous Bureau | Mumbai

Surat Garib Kalyan Mela: બારડોલીમાં યોજાયો સુરત જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો, આ લાભાર્થીને કૃષિ વિભાગની સ્માર્ટ ફોન યોજનાનો મળ્યો લાભ.

Surat Garib Kalyan Mela: ખેતી ક્ષેત્રે સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ કરીશ: ખેડૂત સુમજીભાઈ ચૌધરી. મહુવા તાલુકાના શેખપુર ગામના સુમજીભાઈ ચૌધરીને ગુજરાતના કૃષિ વિભાગની સ્માર્ટ ફોન યોજનાનો લાભ મળ્યો

Surat district level Garib Kalyan Mela held in Bardoli, this beneficiary benefited from Agriculture Department's smart phone scheme.

Surat district level Garib Kalyan Mela held in Bardoli, this beneficiary benefited from Agriculture Department's smart phone scheme.

 News Continuous Bureau | Mumbai

Surat Garib Kalyan Mela: ગરીબો પગભર થાય અને ગરીબીના અભિશાપમાંથી મુક્ત થઈ સ્વમાનભેર જીવન નિર્વાહ કરવા માટે જરૂરી સાધનસહાયથી તેમનો જીવનનિર્વાહ કરી શકે તેનું સશક્ત માધ્યમ ગરીબ કલ્યાણ મેળા બન્યા છે.  

Join Our WhatsApp Channel

             બારડોલી ખાતે ગરીબ કલ્યાણ મેળામાં ( Garib Kalyan Mela ) મહુવા તાલુકાના શેખપુર ગામના સુમજીભાઈ ચૌધરીને રાજ્યના કૃષિ અને સહકાર વિભાગની સ્માર્ટ ફોન યોજનાનો લાભ મળ્યો છે. તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, વર્ષોથી ખેતી કરૂ છું. ગ્રામપંચાયતથી ( Bardoli ) સરકારની સ્માર્ટ ફોન યોજનાની માહિતી મળતા જરૂરી પુરાવા સાથે ઓનલાઈન અરજી કરી હતી. જેમાં નિયત સમયમાં જ મોબાઈલનો લાભ મળ્યો. સ્માર્ટ ફોનના માધ્યમથી આધુનિક ખેતી કરવાની ઈચ્છા વ્યક્ત કરતા તેમણે ખેતી ક્ષેત્રે સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ કરીશ એમ ઉમેર્યું હતું.

           સુમજીભાઈએ રાજ્ય સરકાર ( Gujarat Government ) અને ખેતીવાડી વિભાગનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, સ્માર્ટ ફોન ખરીદીમાં  ગુજરાત સરકારે રૂ. ૬ હજારની સહાય ચૂકવી છે, તથા સહાયની આ પ્રક્રિયામાં ખેતીવાડી વિભાગનો સતત હકારાત્મક સહયોગ પ્રાપ્ત થયો છે. સ્માર્ટ ફોનના માધ્યમથી તેઓ ઘેર બેઠાં આઈ-ખેડૂત પોર્ટલ પરથી ખેડૂત કલ્યાણલક્ષી યોજનાની જાણકારી મેળવી તેના લાભ માટે ફોર્મ ભરી શકશે. આ સાથે ખેડૂત મિત્રોને પણ માર્ગદર્શન પૂરુ પાડી પોતાની જમીન વધુને વધુ ફળદ્રુપ કઈ રીતે બની શકે તેની જાણકારી ઘેરબેઠાં મેળવી શકશે.

આ સમાચાર પણ વાંચો :  Diwali Special Train: પશ્ચિમ રેલવે દોડાવશે દિવાળી સ્પેશ્યલ ટ્રેન, વિશેષ ભાડા પર ચલાવશે આ સાપ્તાહિક ટ્રેનો.

               તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારની સ્માર્ટ ફોનની યોજના ( Smartphone Yojana ) ખુબ જ ઉપયોગી નિવડશે. સાથે મોબાઈલ દ્વારા હવામાન ખાતાની જાણકારી, માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોના ભાવો, કૃષિ રોગો અને તેના નિરાકરણની પણ ઘર બેઠા જ માહિતી મોબાઈલ મારફતે મળી રહેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version