Site icon News Continuous Bureau | Mumbai

Diwali Special Train: પશ્ચિમ રેલવે દોડાવશે દિવાળી સ્પેશ્યલ ટ્રેન, વિશેષ ભાડા પર ચલાવશે આ સાપ્તાહિક ટ્રેનો.

Diwali Special Train: પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ-દાનાપુર અને સાબરમતી-સીતામઢી વચ્ચે દિવાળી સ્પેશિયલ ટ્રેન

Western Railway will run Diwali special train between Ahmedabad-Danapur and Sabarmati-Sitamarhi

Western Railway will run Diwali special train between Ahmedabad-Danapur and Sabarmati-Sitamarhi

 News Continuous Bureau | Mumbai

Diwali Special Train: પશ્ચિમ રેલવે દવારા આગામી દિવાળી અને છઠ પૂજાને ધ્યાનમાં લઈને મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-દાનાપુર-અમદાવાદ અને સાબરમતી-સીતામઢી-અમદાવાદ વચ્ચે સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.  

Join Our WhatsApp Channel

Diwali Special Train: ટ્રેન નંબર 09457/09458 અમદાવાદ-દાનાપુર-અમદાવાદ સ્પેશલ (કુલ 16 ફેરા)

ટ્રેન નંબર 09457 અમદાવાદ-દાનાપુર સ્પેશ્યલ ( Special trains ) 06 ઓક્ટોબર 2024 થી 24 નવેમ્બર 2024 સુધી દર રવિવારે અમદાવાદથી સવારે 08.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.00 કલાકે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09458 દાનાપુર-અમદાવાદ સ્પેશલ 07 ઓક્ટોબર 2024 થી 25 નવેમ્બર 2024 સુધી દર સોમવારે દાનાપુરથી 18.10 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 03.00 કલાકે અમદાવાદ પહોંચશે.

માર્ગમાં બંને દિશામાં, આ ટ્રેન ( Western Railway ) આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, શાજાપુર, બ્યાવર રાજગઢ, રૂઠિયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, સોની, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, મિર્ઝાપુર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર રોકાશે આ ટ્રેન માં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ હશે.

Diwali Special Train: ટ્રેન નંબર 09421/09422 સાબરમતી-સીતામઢી-સાબરમતી સ્પેશલ (કુલ 18 ફેરા)

ટ્રેન નંબર 09421 સાબરમતી-સીતામઢી સ્પેશ્યલ  ( Sabarmati-Sitamarhi Special Train ) 05 ઓક્ટોબર 2024 થી 30 નવેમ્બર 2024 સુધી દર શનિવારે સાબરમતીથી 19.45 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 08.30 કલાકે સીતામઢી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09422 સીતામઢી-સાબરમતી સ્પેશલ 07 ઓક્ટોબર 2024 થી 02 ડિસેમ્બર 2024 સુધી દર સોમવારે સીતામઢીથી 16.00 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 06.00 કલાકે સાબરમતી પહોંચશે.

આ સમાચાર પણ વાંચો : PM Modi Lata Mangeshkar : PM મોદીએ લતા મંગેશકરને તેમની જન્મજયંતિ પર કર્યા યાદ, અર્પણ કરી શ્રદ્ધાંજલિ.

માર્ગમાં બંને દિશામાં, આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જં., બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, ઉન્નાવ, લખનૌ બારાબંકી, ગોંડા, બસ્તી, ખલીલાબાદ, ગોરખપુર, સિસવા બજાર, નરકટિયાગંજ અને રક્સૌલ સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ હશે.

ટ્રેન નંબર 09457 અને 09421 માટે બુકિંગ 29 સપ્ટેમ્બર, 2024થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર શરુ થશે. ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકેછે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Amit Thackeray Case મુંબઈમાં રાજકારણ ગરમાયું મનસે નેતા અમિત ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પીએમ મોદીની તસવીર હટાવવાનો મામલો બન્યો મોટો વિવાદ!
Amit Thackeray Mahim BJP Protest માહિમમાં રાજકારણ ગરમાયું અમિત ઠાકરે સામે ભાજપનું મોટું આંદોલન, સામસામે આવી ગયા મનસે અને ભાજપના કાર્યકર્તાઓ!
Marathon Barefoot In Saree “દીકરીનું ભણતર જ મારી જીત છે…” ખુલ્લા પગે અને સાડીમાં મેરેથોન જીતનારી મુંબઈની માતાની પ્રેરણાદાયી કહાની
Eknath Shinde Delhi Visit સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલાં રાજકારણમાં ગરમાવો એકનાથ શિંદે અચાનક દિલ્હી રવાના, કાનૂની વ્યૂહરચના પર નજર!
Exit mobile version