News Continuous Bureau | Mumbai
Surat: લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ ( Online program ) અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર ( applicant ) વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. જે મુજબ ઓકટોબર મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ ( Taluka Welcome Program ) ૨૫મીએ અને તા.૨૬મીના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તા.૨૫ મીના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે સૂરત જિલ્લા કલેક્ટરશ્રી કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે. જિલ્લા વિકાસ અધિકારી ( District Development Officer ) ઓળપાડમાં તથા સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક માંડવી તાલુકામાં મામલતદાર કચેરીમાં યોજાનારા ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે.
આ કાર્યક્રમના ભાગરૂપે તા.૨૫મીના રોજ સવારે ૧૧.૦૦ વાગે આ અધિકારીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જે તે તાલુકાની માંમલતદાર કચેરીઓ ખાતે ઉપસ્થિત રહેશે. જેમાં સિટીમાં સિટી તાલુકામાં નાયબ કલેક્ટર સિટીપ્રાંત અધિકારીશ્રી, ચોર્યાસીમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી,સુરત, મહુવામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(મહેસૂલ), પલસાણામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(પંચાયત), ઉમરપાડામાં નાયબ કલેક્ટરશ્રી માંડવી પ્રાંત, માંગરોળમાં નાયબ કલેક્ટરશ્રી સ્ટેમ્પ ડયુટી વિભાગ-૨,સુરત, બારડોલીમાં નાયબ કલેક્ટરશ્રી બારડોલી પ્રાંત, કામરેજમાં નાયબ કલેક્ટરશ્રી કામરેજ પ્રાંત, માંડવીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(વિકાસ) તેમજ ઓલપાડમાં નાયબ કલેક્ટરશ્રી ઓલપાડ પ્રાંતનાં અધિકારીઓ હાજર રહેશે. ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો/રજુઆતો અંગેની ‘મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી’ તેવા મથાળા સાથે ગામના તલાટીને સંબોધીને દર મહિનાની તા.૧૦મી સુધી આપવાની રહેશે. જેનો જે તે તાલુકામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. જયારે જિલ્લા કક્ષાના નિકાલ કરવાના કામ માટેની અરજી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મોકલી આપવી તેમ નિવાસી અધિક કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : Narmad University: નર્મદ યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ દ્વારા આજે ‘રેડિયો: ભારત કી આવાઝ’ વિષય પર રાષ્ટ્રીય સ્તરનો વર્કશોપ યોજાઈ