News Continuous Bureau | Mumbai
Surat: સુરત જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની ( Surat District Road Safety Council ) બેઠક જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓકના ( Aayush oak ) અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આ બેઠકમાં કામરેજ ( kamrej ) ચાર રસ્તા તરફથી અમદાવાદ સાઈડ તરફ જતા સર્વિસ રોડ ( Service Road ) પર હાઈકોર્ટના સ્ટે સિવાયના દબાણો આગામી સમયમાં ઝુંબેશરૂપે ખુલ્લા કરવા કલેકટરશ્રીએ સંબધિત અધિકારીઓ જણાવ્યું હતું. કામરેજ, પલસાણા ( Palsana ) વિસ્તારમાં રખડતા પશુઓને આગામી સમયમાં પકડવાની કાર્યવાહી કરવા અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં ટ્રાફીક નિયમોનો ( traffic rules ) ભંગ કરનાર વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવા, બ્લેક સ્પોટ ડેટાની ચકાસણી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આગામી સમયમાં નેશનલ હાઈવે ( National Highway ) ૪૮ પર હોટલ-રેસ્ટોરન્ટ દ્વારા હાઈવેની જગ્યા પર કરવામાં આવેલા દબાણોને પોલીસ બંદોબસ્ત સાથે દુર કરવા કલેકટરશ્રીએ હાઈવેના અધિકારીઓને સુચના આપી હતી. નેશનલ હાઇવે દ્વારા આગામી સમયમાં સાત જેટલા નવા ફુટ ઓવરબ્રિજો બનાવવામાં આવનાર છે. મુળદ કારેલી રોડ, કારેલી ફુડસદ રોડ અને મુળદ કીમામલી રોડ ખાતે બુલેટ ટ્રેનનું કામ પ્રગતિમાં હોવાથી ભારે વાહનોના કારણે નુકશાન થયેલા રસ્તાની મરામત કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Surat: તા.૦૧ થી તા.૧૯મી જાન્યુઆરી દરમિયાન સુરત જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્ટશન કેમ્પેઇન અંતર્ગત રક્તપિત અંગે જાગૃતિના કાર્યક્રમો યોજાશે.
બેઠકમાં આર.ટી.ઓ., માર્ગ અને મકાન વિભાગ, હાઈવે, આરોગ્ય, જિલ્લા પોલીસ, માહિતી તથા અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.