News Continuous Bureau | Mumbai
- સુરત જિલ્લામાં રક્તપિત્ત જનજાગૃતિ અર્થે તા. ૩૦ જાન્યુ.થી ૧૩ ફેબ્રુ. દરમિયાન “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન”નો શુભારંભ થશે
- ગ્રામ્ય વિસ્તારમાં તા.૩૦મી જાન્યુ. પૂ.મહાત્મા ગાંધીજી નિર્વાણ દિવસે ગ્રામસભાના માધ્યમથી ઝુંબેશ
Surat District: સુરત જિલ્લામાં આગામી તા.૩૦મી જાન્યુ.થી તા.૧૩ મી ફેબ્રુઆરી દરમ્યાન રક્તપિત્ત જનજાગૃત્તિ અભિયાન અંગે જિલ્લા સેવા સદન ખાતે ડિસ્ટ્રીકટ કોર્ડીનેશન કમિટીની બેઠક જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષપદે બેઠક મળી હતી. સુરત જિલ્લામાં રક્તપિત્ત જનજાગૃતિ અર્થે તા.૩૦ જાન્યુ.થી ૧૩ ફેબ્રુ.દરમિયાન “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન”નો શુભારંભ થશે, ત્યારે ૧૫ દિવસના આ કેમ્પેઇનનો માઇક્રોપ્લાન, જિલ્લા, તાલુકા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ્યકક્ષાએ જન જગૃત્તિ અભિયાન થકી લોકોમાં જાગૃત્તિ આવે તે પ્રકારે પ્રયાસો હાથ ધરવા બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
જે લોકોને ચામડી પર આછું, ઝાખું, રતાશ પડતું કે અન્ય કોઇ ચાઠું મળી આવે તો સઘન તપાસ અને સારવાર નિયત સમયગાળામાં સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા, જિલ્લામાં લેપ્રસીના દર્દીઓનું સમયસર ફોલોઅપ લેવાની સાથે કલેક્ટરશ્રીએ જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું. કલેક્ટરશ્રીએ રક્તપિત નિર્મૂલન માટે સઘન ઝુંબેશ હાથ ધરવા જણાવ્યું હતું
આ સમાચાર પણ વાંચો: Surat RTO: તૈયાર થઇ જાવ પસંદગીના નંબરપ્લેટ માટે, આ તારીખથી શરૂ થશે મોટર સાયકલના ગોલ્ડન અને સિલ્વર નંબરનો ઓનલાઈન ઓક્શન
Surat District: રક્તપિત્તનું પ્રમાણ સુરત શહેર-જિલ્લામાં વધુ જોવા મળ્યું છે. આ વર્ષ દરમિયાન ડિસેમ્બર-૨૦૨૪ અંતિત ૫૦૯ કેસો નોંધાયા છે. રક્તપિત્ત કોઈપણ તબક્કે સંપૂર્ણપણે મટી શકે છે. નજીકના તમામ સરકારી દવાખાના, સબસેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ, ડિસ્ટ્ર્રીકટ જનરલ હોસ્પિટલ, ખાતે એમ.ડી.ટી.(મલ્ટી ડ્રગ ટ્રીટમેન્ટ) બહુઅઔષધિય સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે એમ ડિસ્ટ્રીકટ લેપ્રસી ઓફિસર ડો.જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.