Surat: ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના પ્રયાસ, ખેતપેદાશોની ખરીદી કરવાની સુરતીઓને સુવર્ણ તક

Surat: ઝેર મુક્ત ભારત અભિયાન : ગીર ગાય આધારિત પ્રાકૃતિક શાકભાજી ઉત્પાદન વેચાણ કેન્દ્ર. રામજી ઓવારો, કેબલ બ્રિજ પાસે અડાજણની ક્રિશયુગ ગૌ શાળા ખાતે દર રવિવારે, બુધવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો પાસેથી ખેતપેદાશોની ખરીદી કરવાની સુરતીઓને સુવર્ણ તક. રાજ્યમાં ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવાના પ્રયાસ. સવારે એક કલાકમાં શાકભાજી ચપોચપ વેચાણ થઇ જાય છેઃ. એક વર્ષથી ખેડૂતો પોતાના ઉત્પાદનોનું વેચાણ કરી રહ્યા છેઃ

News Continuous Bureau | Mumbai

 Surat:  ગુજરાતના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી ( Natural farming ) કરતા થાય તે માટે ‘મિશન મોડ’ પર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખેડુતો રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બને તેમજ ખેડુતો ઘર આંગણે પોતાની ખેતપેદાશોનું વેચાણ કરી શકે તે માટે અડાજણના રામજી ઓવારો, કેબલ બ્રિજ પાસે ક્રિશયુગ ગૌ શાળા ( Krishyug Organic Farm) ખાતે સુરત, નવસારી, વલસાડ, બારડોલી, ઓલપાડ, કામરેજ, વાંસદા સહિતના પ્રાકૃતિક ખેતી કરતા ૨૫થી વધુ ખેડુતો દ્વારા દર રવિવારે સવારે ૦૮.૦૦થી ૧૧.૦૦ અને બુધવારે સાંજના ૪.૦૦ થી ૭.૦૦ વાગ્યા સુધી પોતાના શાકભાજી, કઠોળ, અનાજ, ફળ, છાસ, દૂધ, પનીર, ઘી સહિતની ગૌ આધારિત વિવિધ વસ્તુઓ સાથે ખેતપેદાશોનું વેચાણ કરવામાં આવે છે. 

Join Our WhatsApp Community
Surat Efforts to promote organic farming in Gujarat, golden opportunity for Surats to buy agricultural produce

Surat Efforts to promote organic farming in Gujarat, golden opportunity for Surats to buy agricultural produce

             કોરોના કાળમાં લોકો પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત થયા છે, જેમાં ખેડૂતોને ( Farmers ) પ્રાકૃતિક ખેતી તરફ વાળવા ગુજરાતના રાજ્યપાલે પણ બીડું ઝડપ્યું છે. ખેડૂતો રાસાયણિક ખેતી છોડી ઓર્ગેનિક ખેતી કરીને આરોગ્યપ્રદ ખેત પેદાશો પકવે એ દિશામાં પ્રયાસો થઇ રહ્યા છે. રસાયણમુક્ત ખેતીથકી પોતાના પરિવારની સાથે અન્ય લોકોને પણ સુયોગ્ય અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક મળી રહે તે માટે ખેડુતો પ્રયાસ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની ઉપજ સીધી શહેરીજનોને વેચી શકશે. સુરતના શહેરીજનો પણ શુધ્ધ અને સાત્વિક ખેતપેદાશોની ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે. ગાય આધારિત ખેતી સહિત અન્ય પદ્ધતિથી ખેડૂતો ઓર્ગેનિક ખેતી, સાથે જ ખેત પેદાશોની બાય પ્રોડક્ટ પણ બનાવતા થયા છે. જેથી વધુમાં વધુ પ્રજાજનો પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો પાસેથી ખરીદી કરીને પ્રોત્સાહન આપે તેજ આવનાર સમયની માંગ છે.

Surat Efforts to promote organic farming in Gujarat, golden opportunity for Surats to buy agricultural produce

આ સમાચાર  પણ વાંચો : Sonakshi sinha: શું ખરેખર કથિત બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરી રહી છે સોનાક્ષી સિન્હા? મહેમાનો ની સૂચિ આવી સામે

          અડાજણ ( Adajan ) સ્થિત ક્રિશયુગ ગૌ શાળા ખાતે ૨૫થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉત્પાદિત કરેલ શાકભાજી, ફાળો, વિવિધ જાતની કેરી, અનાજ, મસાલા, કઠોળ તેમજ ગૌ આધારીત સાબુ, શેમ્પૂ, તેલ, પનીર, છાશ, સહિતની ખેત પેદાશો એક સ્થળેથી ખરીદી કરી શકાય છે. રવિવારે ૧૫૦૦થી વધુ લોકો મુલાકાત લઇને ખરીદી કરી રહ્યા છે

Surat Efforts to promote organic farming in Gujarat, golden opportunity for Surats to buy agricultural produce

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

PM Modi Birthday: સુરત શહેર હોમગાર્ડઝ અને જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ(JCI)-બારડોલીએ વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે ૧.૭૫ લાખ સીડ બોલ્સ બનાવી વિશ્વ વિક્રમ સર્જ્યો
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version