News Continuous Bureau | Mumbai
Surat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) આજે 353 કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના ( Surat Airport ) નવા ટર્મિનલ બિલ્ડીંગનું ( Terminal Building ) લોકાર્પણ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( Bhupendra Patel ) સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, મહાનુભાવો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ( India Airport Authority ) અધિકારીઓની ઉપસ્થિતિમાં આ લોકાર્પણ સંપન્ન થયું હતું. સુરત હવાઈમથક હાલમાં દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકતા, હૈદરાબાદ, ગોવા, ગોવા (મોપા), પુણે, દીવ, બેલગાવી, ઈન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા 14 રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય રીતે શારજાહ મારફતે વિશ્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi inaugurates the New Integrated Terminal Building of Surat Airport. pic.twitter.com/79M7UJEZn1
— ANI (@ANI) December 17, 2023
PM નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન ( Inauguration ) કર્યુ હતું. બાદમાં વડાપ્રધાન મોદી સુરત ડાયમંડ બુર્સનું પણ ઉદ્ધાટન કરશે. જે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ કહેવાય છે. પીએમ મોદી સુરત એરપોર્ટથી રોડ માર્ગે ડાયમંડ બુર્સ જશે. આ દરમિયાન રસ્તામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સુરત એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધી 6 જગ્યાએ પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે પણ જશે…
આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ માટે આ વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર બનશે. તે રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર બનશે. એક્સચેન્જમાં આયાત-નિકાસ માટે અત્યાધુનિક ‘કસ્ટમ ક્લિયરન્સ હાઉસ’, રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ અને સુરક્ષિત વૉલ્ટ સુવિધાઓનો પણ આમાં સમાવેશ થશે.
આ સમાચાર પણ વાંચો : Muslims out of power: ભારતમાં પ્રથમ વખત કેન્દ્ર સહિત આ 15 રાજ્યોમાં કોઈ મુસ્લિમ મંત્રીઓ નથી: અહેવાલ.. જાણો કોગ્રેંસ શાસિત રાજ્યમાં કેવી છે સ્થિતિ
ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ છે. જે હીરાનું ખરીદ વેચાણ કરનારાઓને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે. અહીં રફ હીરા, કટ અને પોલિશ્ડ હીરા, ડાયમંડ જ્વેલરી તેમજ ગોલ્ડ-સિલ્વર, પ્લેટિનમની જ્વેલરીનું પણ અહીં ખરીદ-વેચાણ થશે. જેને જોતાં દુનિયાભરમાંથી સુરત આવતાં વેપારીઓની સંખ્યામાં ઉછાળો આવશે. હાલ અહીં દોઢ લાખ લોકોને રોજગારી મળશે. 35 એકર જમીનમાં તૈયાર કરાયેલું ડાયમંડ બુર્સ ઈમારતોનું સ્ટેટ ઓફ ધ આર્ટ નેટવર્ક છે. બુર્સના પરિસરમાં પ્રવેશતાં જ એક સ્માર્ટ સિટીમાં પ્રવેશ્યા હોવાનો અહેસાસ થશે. જ્યાં ટેક્નોલોજી અને આર્કિટેક્ચરનો અદભૂત સમન્વય કરાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે પણ જશે. જેમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. પીએમ મોદી ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’માં ભાગ લેવા વારાણસી જશે. આજે સાંજે પીએમ મોદી નમો ઘાટ ખાતે ‘કાશી તમિલ સંગમમ- 2023’નું ઉદ્ઘાટન કરશે. વારાણસીમાં બીજા દિવસે, તેઓ એક જાહેર સમારંભમાં સ્વરવેદા મહામંદિરનું ઉદ્ઘાટન કરશે અને ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’માં પણ ભાગ લેશે. PM મોદી તેમની 19,150 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
