Site icon

Surat Growth Hub: દક્ષિણ ગુજરાતના ભાવિ વિકાસનું વિઝન: ‘ગ્રોથ હબ’ સુરત, આ વિષયો પર છ સેશનમાં યોજાયા સેમિનાર.

Surat Growth Hub: સુરતના ડુમસ રોડની લી મેરેડીયન હોટેલ ખાતે વિવિધ વિષયો પર છ સેશનમાં સેમિનાર, પ્રથમ સેશનમાં પ્રવાસન અને બીજા સેશનમાં સસ્ટેનબિલીટી એન્ડ કલાઈમેન્ટ ચેન્જ વિષયો પર સેમિનાર યોજાયો. કેન્દ્ર સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને 'ગ્રોથ હબ' તરીકે વિકસાવવાનું આયોજન

Surat Growth Hub Vision of Future Development of South Gujarat 'Growth Hub' Surat, seminars held in six sessions on these topics.

Surat Growth Hub Vision of Future Development of South Gujarat 'Growth Hub' Surat, seminars held in six sessions on these topics.

 News Continuous Bureau | Mumbai

Surat Growth Hub:  વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના ( NITI Aayog )  નેતૃત્વમાં ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને “ગ્રોથ હબ્સ” તરીકે વિકસાવીને મેગા ઈકોનોમિક ગ્રોથ હબ બનાવવાનું આગવું વિઝન છે. જેમાં એક ‘ગ્રોથ હબ’ તરીકે સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને વિકસાવવાનું આયોજન કર્યું છે, જેના સુરતના ડુમસ રોડની લી મેરેડીયન હોટેલ ખાતે વિવિધ વિષયો પર છ સેશનમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના પ્રથમ સેશનમાં પ્રવાસન અને બીજા સેશનમાં સસ્ટેનબિલીટી એન્ડ કલાઈમેન્ટ ચેન્જ વિષયો પર સેમિનાર યોજાયો હતો. આ પેનલ ડિસ્કશનમાં નાણા, ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતા.

Join Our WhatsApp Community

           આ સેમિનારના પેનલ ડિસ્કશનમાં ગૃહરાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ ( Harsh Sanghavi )  જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં એક ‘ગ્રોથ હબ’ તરીકે સુરત જિલ્લાને વિકસાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે,ત્યારે તમામ લોકોએ પોતાનું આગવું યોગદાન આપી સુરતને રોલ મોડલ બનાવના પ્રયત્નો કરવાના છે. સુરત શહેરનું ફુડ દેશ-દુનિયામાં વખણાય છે,જેથી સ્ટ્રીટ ફુડનું પણ મહત્વ રહેલું છે, જેને અગામી સમયમાં સ્થાન આપવાના પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો.

           સુરતના સાસંદશ્રી ગોવિંદભાઇ ધોળકિયાએ જણાવ્યું હતું કે, નીતિ આયોગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતના ૬ જિલ્લાઓના બનેલા ‘સુરત ઈકોનોમિક રિજીયન’ના ( Surat Economic Region ) ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્રોજેક્ટએ ગૌરવ સમાન છે. પ્રોજેક્ટ થકી આપણે સુરતને ગ્રોથ હબ બનાવવાનું છે,જેમાં ખાસ કરીને મહત્વનો રોલ ઇન્ફાટ્રક્ચરનો હોય છે, ચાઇના કરતા પણ આપણું ઇન્ફાટક્ચર અદ્યતન હોવું આવશ્યક છે, જેથી આવનારી પેઢીએ ઇન્ફાટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરી સુરત શહેરને આગવી ઓળખ આપવાનું કાર્ય કરવાનું છે.

            મુખ્યમંત્રીશ્રીના પ્રિન્સીપલ એડવાઈઝર ડો.હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે,કોઇ પણ રાજ્ય અથવા પ્રદેશને ગ્રોથ હબ બનવા માટે ચાર પાયાની વસ્તુની જરૂર પડતી હોય છે.જેમાં પ્રથમ આપણો ગોલ્ડ નક્કી હોવા જરૂરી છે, બીજું ગોલ્ડને પ્રાપ્ત કરવા માટે માસ્ટર પ્લાન હોવું જોઇએ. ત્રીજું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન હોવો જોઇએ. ચોથું બ્યુરોક્રેસી હોવી આવાશ્યક.સુરત શહેરને ગોથ હબ બનાવવા માટે ચારેય પાયાની વસ્તુઓ સુરત પાસે છે, જેથી સુરત શહેરને ગોથ હબ બનવા માટે એક સક્ષમ શહેર તરીકે કહી શકાય છે.

           નીતિ આયોગના સીઇઓ વી.વી.આર. સુબ્રમણ્યમએ જણાવ્યું હતું કે, લક્ષ્ય, પ્લાન, પૈસા, બ્યુરોક્રેસી ગુજરાતમાં દેખાય રહી છે. ૧૨ રાજ્યમાં સર્વ કરવામાં આવ્યું છે.જેમાં ગુજરાતની પસંદગી કરવામાં આવી છે, ગુજરાતમાં સુરતને સમાવિષ્ટ કરાયું છે. સુરત ગોથ હબ બનાવા માટે ઉતમ શહેર છે. આ મેગા ઈકોનોમિક ગ્રોથ હબ પ્રોજેક્ટને સાકાર કરવા માટે ૮૦ ટકા પ્રાઇવેટ સેક્ટર અને ૨૦ ટકા સરકાર દ્વારા આપવામાં આવશે. સરકાર અને લોકોભાગીદારી થકી કામ કરવાનું છે. સુરત દુનિયાનું કેમિકલ હબ બની શકે છે. ૨૦ થી ૨૫ વિભાગો સાથે રહીને કામ કરશે.

આ સમાચાર પણ વાંચો :  iPhone 16 Sale: આઈફોનનો ક્રેઝ… iPhone 16 ખરીદવા માટે મુંબઈના BKCની બહાર ઉમટી ભીડ; 21 કલાકથી લાઈનમાં ઉભા છે લોકો, જુઓ વિડીયો..

           રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ડિરેક્ટર હેમંત દેસાઈએ જણાવ્યું હતું કે, ઈકોનોમિક રિજીયન’ના ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સુરતમાં માસ્ટર પ્લાન પ્રમાણે કામ કરવાની સક્ષતા ધરાવે છે.જેમાં સરકાર સાથે પ્રજાજનોનું પણ મહત્વનું યોગદાન રહશે. સુરત શહેરના લોકો પેઢી દર પેઢીથી ઉદ્યોગ સાથે જોડાયેલા છે.જેને લઇ આ પ્રોજેક્ટમાં લોકભાગીદારી જોવા મળશે.

           કીરી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી મનીષભાઇએ જણાવ્યું હતું કે,ફાર્મા અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ માટે વર્લ્ડ વાઇડ પાર્ટનરશીપ જરૂરી છે. સિમ્પલિફીકેશન ઓફ રેગ્યુલેટરી ફ્રેમવર્ક ખુબ જરૂરી છે.

        આ સેમિનારમાં ઉદ્યોગ અને સહકારી અગ્રણીઓ, પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Gold Silver Rates Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: રોકાણકારોમાં ફફડાટ, ચાંદીના ભાવમાં ગાબડું; જાણો આજના લેટેસ્ટ ભાવ
India Chabahar Port Decision 2026: શું ભારત પાછું હટ્યું? ચાબહાર બંદર માટે બજેટમાં શૂન્ય ફાળવણી, અમેરિકાનું દબાણ કે વ્યૂહાત્મક ફેરફાર? જાણો અંદરની વાત
Gold Silver Rate Today: સોના-ચાંદીના ભાવમાં જોરદાર યુ-ટર્ન કડાકા બાદ ફરી ભાવ વધ્યા; જાણો આજનો લેટેસ્ટ રેટ
Father of All Deals: ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર સમજૂતી, હવે ટેક્સ વગર થશે $40 અબજનો વેપાર.
Exit mobile version