News Continuous Bureau | Mumbai
Kharek : ખાવા પીવાના શોખીન ( Surat ) સુરતી લાલાઓને હવે કચ્છની પ્રખ્યાત ખારેક સુરતના આંગણે સ્વાદ માણવા મળશે. સુરત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ( Surat Deputy Director of Horticulture Office ) અને કચ્છના પ્રાક્રિત ફાઉન્ડેસન ફોર ડેવલોપમેન્ટ ટ્રસ્ટ (ખેડુત FPO) ( Prakrit Foundation for Development Trust ) દ્વારા સુરતના આંગણે કચ્છી ખારેકના વેચાણ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના ખેડૂતો પ્રથમ વખત સુરતમાં પોતાની આવી અવનવી ખારેકો લઇ અને અંદાજીત ૨૩ દિવસ સુધી વેચાણ કરશે. સુરત શહેરના નાનપુરામાં સ્નેહમિલન ગાર્ડનની સામે મહેતા પાર્ક ખાતે તા.૨૮મી જુનથી તા.૨૦મી જુલાઈ સુધી આ બજારમાંથી સુરતીઓ ખારેકની ખરીદી કરી શકશે.
કચ્છના ખેડૂતો સ્વયં પોતાની વિવિધ ખારેકની વેરાયટીનું વેચાણ કરશે. કચ્છી ખારેકને હાલમાં જ જી.આઈ. ટેગ પણ મેળવ્યો છે. કચ્છમાં કેટલીય સદીઓથી ખારેકની ખેતી ( Kharek Cultivation ) કરવામાં આવી રહી છે. ભારતના કુલ ખારેક ઉત્પાદનના ૮૫ ટકાનું ઉત્પાદન એકલા કચ્છ જીલ્લામાં થાય છે. કચ્છના ખેડૂતો કેટલીય કુદરતી આફતો વચ્ચે છેલ્લા કેટલાય દશકોની સફળ મેહનત થી ઓર્ગેનિક અને વિશ્વમાં સૌથી મીઠી, રસદાર અને સોફ્ટ વેરાયટીઓ વિકસિત કરી છે કે જે ગલ્ફ દેશો માં પણ નથી. જેથી કચ્છના ( Kutchi Kharek ) આ સુપર ફ્રુટમાં વિશ્વના ઘણાં દેશો એ રસ દાખવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : AFG vs SA: અફઘાનિસ્તાને નોંધાવ્યો પોતાના નામે આ શરમજનક રેકોર્ડ, યુગાન્ડા અને પાપુઆ ન્યુ ગિનીની હવે કરી બરાબરી..
અત્યાર સુધી લાલ, પીળી, ગુલાબી, કેશરી અને લીલી એવી રંગબેરંગી ખારેકના ચમત્કારિક ફાયદાઓ અને તેમાં રહેલ ઔષધિય ગુણો વિષે લોકોને પુરતી માહિતી નથી. જેથી સમાજનો બહુ મોટો વર્ગ તેને આરોગવાથી વંચિત રહે છે. ખેડૂતો દ્વારા આ બજારમાં લોકોને ખારેક ફળ તથા તેની ખેતી વિષે માહિતગાર કરવામાં આવશે. જેથી વધુમાં વધુ લોકો આપણા ગુજરાતના ગૌરવશાળી કલ્પવૃક્ષને ઓળખીને ખોરાકમાં ઉપયોગ કરે તેવો હેતુ રહેલો છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.