News Continuous Bureau | Mumbai
- સેન્ટ્રલ ઝોનની મજુરાગેટ સ્થિત શાળા નં. ૮/૯ ખાતે ભાઈઓ-બહેનોની વોલીબોલ સ્પર્ધાનો પ્રારંભ
- સુરત જિલ્લામાં ભાઈઓ-બહેનોની કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, યોગાસન, ચેસ, રસ્સાખેંચ સહિત એથ્લેટિકસ સ્પર્ધા યોજાઈ
- સુરત શહેરમાં ૩.૨૪ લાખ ખેલાડીઓ ખેલ મહાકુંભમાં ભાગ લઈ રહ્યા છે
Surat: રાજ્યમાં ખેલકૂદનું વાતાવરણનું નિર્માણ થાય, પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય તક મળી રહે તે માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સુરત શહેરમાં ઝોનકક્ષાએ ખેલ મહાકુંભમાં પ્રારંભ થઈ ચુકયો છે.
ખેલ મહાકુંભમાં સુરત શહેરમાં ૩.૨૪ લાખ ખેલાડીઓએ ભાગ લઈ રહ્યા છે. સુરત શહેરમાં ઝોન કક્ષાએ વિવિધ સ્કૂલોમાં સ્પર્ધાઓમાં ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. આજરોજ કન્વીનર શાળા સર જે. જે. ઈગ્લીશ સ્કૂલ – શાહપોર દ્વારા સુરત શહેરમાં સેન્ટ્રલ ઝોન સ્થિત મજુરાગેટ શાળા નં. ૮/૯ ખાતે ભાઈઓ-બહેનોની વોલીબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. જેમાં અંડર-૧૪માં ભાઈઓ-૦૩ ટીમ અને બહેનોની ૦૨ ટીમ, અંડર-૧૭ની ભાઈઓની ૦૬ ટીમ અને બહેનોની ૦૨ ટીમ તેમજ ઓપનની બહેનો ૦૧ ટીમ ઓપન ભાઈઓ માં ૦૩ ટીમના ખેલાડીઓએ ઉમંગભેર ભાગ લઈ સ્પોર્ટ્સ સ્પિરિટ દેખાડ્યું હતું. કન્વીનર હસુમતિબેન સારંગ અને સહ કન્વીનર સતીષભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ વોલીવોલ સ્પર્ધા યોજાઈ હતી.
આ સમાચાર પણ વાંચો : Chemical Fertilizers: રાસાયણિક ખાતરના વપરાશને ઘટાડવામાં સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ સ્થાને
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.