News Continuous Bureau | Mumbai
Surat Cleanliness Campaign: સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ તેમજ આરોગ્યલક્ષી કામગીરી યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ ૦૯ વિસ્તારોમાં કુલ ૩૪૪ સફાઈ કામદારો/બેલદારોએ સફાઈ ઝુંબેશ ( Cleanliness Campaign ) હેઠળ ૨૦.૭ મે.ટન ઘનકચરાનો નિકાલ કર્યો હતો. અને ૧૧૬૦ કિ.ગ્રા જંતુનાશક દવાનો ( Pesticides ) છંટકાવ કર્યો હતો. તેમજ સેનિટેશનના સુપરવાઈઝરી સ્ટાફ દ્વારા કચરા નિકાલની વ્યવસ્થા બાબતે ૬૭૮ સંસ્થાઓમાં તપાસ કરી ૪૩.૯ કિ.ગ્રા અનધિકૃત પ્લાસ્ટિક જપ્તિ અને ૬૪.૭ કિ.ગ્રા અખાદ્ય પદાર્થનો નાશ કરાયો હતો. સાથે જ ૬૨ સંસ્થાઓને નોટીસ આપી રૂ.૮૮૫૦૦ વહીવટી ખર્ચ વસૂલ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો: PM Modi Maharashtra: PM મોદીએ મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડથી વધુની આ વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો કર્યો શિલાન્યાસ, હવે થશે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.